બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / diabetes to blood pressure know the side effects of eating moong dal nusksan

હેલ્થ / જે લોકોને આ 6 બિમારી હોય તેમણે મગની દાળનું ના કરવું જોઈએ સેવન, આરોગ્યને થઈ શકે છે ગંભીર નુકસાન

Manisha Jogi

Last Updated: 05:10 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મગની દાળનું સેવન કરવાથી અનેક લોકોને મગની દાળથી નુકસાન થાય છે. કોણે મગની દાળનું સેવન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • અનેક લોકોને મગની દાળથી નુકસાન થાય છે.
  • આ બિમારી હોય તો મગની દાળનું બિલકુલ પણ સેવન ના કરવું.
  • આરોગ્ય પર થઈ શકે છે ગંભીર અસર. 

દાળમાં રહેલ પ્રોટીનના કારણે આરોગ્યને અનેક પ્રકારના લાભ થાય છે. મગ દાળ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, વિટામીન, કોપર, ફોલેટ, વિટામીન સી, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, આયર્ન અને નિયાસીન તથા થાયમિન રહેલ છે. આટલા ફાયદા હોવા છતાં મગની દાળનું સેવન કરવાથી અનેક લોકોને મગની દાળથી નુકસાન થાય છે. કોણે મગની દાળનું સેવન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

હાઈ યૂરિક એસિડ- 
જે લોકોને હાઈ યૂરિક એસિડની સમસ્યા હોય તેમણે મગની દાળનું સેવન ના કરવું જોઈએ. મગની દાળમાં રહેલ પ્રોટીનને કારણે શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય છે. 

લો બ્લડ શુગર- 
જે લોકોને લો બ્લડ શુગરની સમસ્યા હોય તેમણે મગની દાળનું સેવન ના કરવું જોઈએ. મગની દાળમાં રહેલ તત્ત્વોને કારણે બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે. આ કારણોસર સમસ્યા ધરાવતા લોકોએ મગની દાળ ના ખાવી જોઈએ. 

 લો બ્લડ પ્રેશર-
હાઈ બ્લડ પ્રેશરના રોગીઓ માટે મગની દાળ ફાયદાકારક છે, પરંતુ તેનાથી બીપી લો રહે છે. આ કારણોસર મગની દાળનું સેવન ના કરવું જોઈએ. આ દાળનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. 

કિડની સ્ટોન-
પથરીની સમસ્યા હોય તો ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. પથરીની સમસ્યા હોય તે વ્યક્તિઓએ મગની દાળનું સેવન ના કરવું જોઈએ. મગની દાળમાં રહેલ પ્રોટીન અને ઓક્સલેટની વધુ માત્રાને કારણે પથરીની સમસ્યા વધી શકે છે. 

પાચન પ્રક્રિયાને નુકસાન-
મગની દાળમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર રહેલ હોય છે, તેના કારણે પાચન પ્રક્રિયામાં નુકસાન થઈ શકે છે. આ દાળ પકવતા સમયે કાચી રહી જાય તો પચન સંબંધિત સમસ્યામાં વધારો થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ