બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / devotee challenged Adarsh Krishna Shastri to declare his name in the divine court

વડોદરા / VIDEO: મારુ અને મારા બાપનું નામ બતાવો તો તમને માની જઉં: યુવકની ચેલેન્જ બાદ જબરા ફસાયા ચમત્કારી બાબા, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 11:45 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Adarsh Krishna Shastri Latest News: આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ, ભક્તે દિવ્ય દરબારમાં કૃષ્ણ શાસ્ત્રીને નામ બતાવવા ચેલેન્જ આપી પણ બાબા તે વ્યક્તિ કે તેના પિતાનું નામ ન જણાવી શકયા

Vadodara Adarsh Krishna Shastri : વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજનો દિવ્ય દરબાર હતો. આ દરમિયાન અહીં આવેલ એક ભક્તે દિવ્ય દરબારમાં નામ બતાવવા ચેલેન્જ આપી હતી. જોકે આ બાબા તે વ્યક્તિના કે તેના પિતાનું નામ જણાવી શક્યા નહોતા. આ તરફ હવે સુથારી કામ કરતાં એક ભક્ત અને આ બાબા વચ્ચેની આ 5 મિનિટની ઉગ્ર બોલાચાલીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વડોદરામાં ભાજપ નેતા ડૉ. હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિ સોલંકીએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. આ દિવ્ય દરબારમાં મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ આવ્યા હતા. આઆદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ પરચી કાઢી લોકોની સમસ્યાનુ સમાધાન કરવાનો દાવો કરે છે. જેને લઈ એક ભક્તે દિવ્ય દરબારમાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવાની ચેલેન્જ ફેંકી હોબાળો કર્યો હતો.

વધુ વાંચો: હિટ એન્ડ રનના આરોપી કુશ પટેલને સાંસદ મેડમ પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા: કહ્યું- આ તો જિંદગીનો અનુભવ છે

એક ભક્તે દિવ્ય દરબારમાં કૃષ્ણ શાસ્ત્રીને નામ બતાવવા ચેલેન્જ આપ્યા બાદ બાબા તે વ્યક્તિ કે તેના પિતાનું નામ ન જણાવી શકયા. આ તરફ હવે આ સમગ્ર વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. સુથારી કામ કરતા ભક્ત અને બાબા વચ્ચે 5 મીનિટ ઉગ્ર બોલાચાલી થઇ હતી. મહત્વનું છે કે, દિવ્ય દરબારમાં ભક્તોની ભારે પાંખી હાજરી જોવા મળી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ