બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dev Diwali 2023: What to do on Dev diwali to impress lord Vishnu and goddess Lakshmi

ધર્મ / દેવ દિવાળીની રાત્રે કરો આ 5 મહાફળદાયક ઉપાય, લક્ષ્મીજી થશે અતિ પ્રસન્ન, ખાશો સુખના રોટલા

Vaidehi

Last Updated: 05:35 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દિવાળીનાં દિવસે દીપદાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે દીપદાન કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર દેવ દિવાળીનાં દિવસે નદી કિનારે જઈને દીપદાન કરવું જોઈએ.

  • આજે દેવ દિવાળીનો શુભ પર્વ
  • આજનાં દિવસે દીપદાન કરવાનું ખાસ મહત્વ
  • આજે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે

કાર્તિક માસનાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનાં એટલે કે આજે દેવ દિવાળી ધૂમધામથી ઊજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કરીને પૃથ્વીને પ્રલયથી બચાવી હતી અને આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામક રાક્ષસનો વધ પણ કર્યો હતો. આ જ ખુશીમાં દેવતાઓ આ દિવસે દેવ દિવાળી ઊજવે છે. હિંદૂ માન્યતા અનુસાર આ દિવસે તમામ દેવી-દેવતાઓ ધરતી પર વિચરણ કરવા માટે આવે છે. આ દિવસે વિધિ-વિધાનની સાથે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનું પૂજન કરવાનું વિધાન છે. એટલું જ નહીં આ દિવસે સાંજનાં સમયે કેટલાક ઉપાય કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-શાંતિનો વધારો થાય છે.

દેવ દિવાળીનાં દિવસે શું ઉપાય કરવા જોઈએ?

કથા સાંભળવી
જીવનમાં થઈ રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે દેવ દિવાળી પર કથા સાંભળવી જોઈએ. માનવામાં આવે છે કે દેવ દિવાળીનાં દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કે કરાવવાથી તમામ મુશ્કેલીઓ નાશ પામે છે અને જીવન ખુશહાલ બને છે. 

લોટનો દીવો પ્રગટાવવો
માન્યતા અનુસાર દેવ દિવાળીનાં દિવસે લોટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે લોટથી દીવો બનાવીને તેમાં ઘી અને 7 વાટ નાખીને દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.

દીપદાન કરવું
હિંદૂ ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળીનાં દિવસે દીપદાન કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે દીપદાન કરવાથઈ વિષ્ણૂ ભગવાન પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર દેવ દિવાળીનાં દિવસે નદીનાં કિનારે જઈને દીપદાન કરવું જોઈએ.

તુલસી પૂજા
દિવાળીની જેમ દેવ દિવાળીનાં દિવસે પણ પોતાના ઘરમાં દીવાઓ પ્રગટાવવા જોઈએ, ઘરનાં દરવાજા પર તોરણ લગાડવા જોઈએ અને રંગોળી પણ કરવી જોઈએ. સાફ-સફાઈથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું જોઈએ. તુલસીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે તેથી આ દિવસે તુલસીનું પૂજન કરવાથી ઘરમાં પૈસાની કમી થતી નથી.

ઘરમાં દીવો પ્રગટાવો
દીવાળીનાં દિવસે તમારે ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ.આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.

આજે આ ત્રણ શુભ યોગ પણ બની રહ્યાં છે: 

શિવ યોગ 
આ કાર્તિક પૂર્ણિમાએ શિવ યોગ બનવા જઇ રહ્યો છે.   આ યોગનું નિર્માણ મોડી રાત્રે 11:39 છે.   જ્યોતિષ શિવ યોગને શુભ ગણે છે.   આ યોગમાં ભગવાન શંકરની પૂજા કરવાથી ચોક્કસ ફળ મળે છે.   તેની સાથે સુખ-સમૃદ્ધિ પણ મળશે. 

સિધ્ધ યોગ 
આ કાર્તિક પૂર્ણિમાએ શિવ યોગ નિર્માણ થવા જઇ રહ્યો છે ત્યારબાદ સિધ્ધ યોગનું પણ નિર્માણ થશે.   આ યોગનું નિર્માણ પણ 11:39 મિનિટે જ થશે.   તે આગલા દિવસ સુધી રહેશે. જ્યોતિષ સિધ્ધ યોગને શુભ માને છે.   જેનાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થાય છે. 

કરણ યોગ 
આ કાર્તિક પૂર્ણિમાએ કરણ યોગનું પણ નિર્માણ થવા જઇ રહ્યું છે.   કરણ યોગનું નિર્માણ બપોરે 2:45 સુધી ચાલુ રહેશે. જ્યોતિષના મત મુજબ કરણ યોગને શુભ માનવામાં આવે છે. આ યોગમાં ભગવાન શંકરની પૂજા કરવાથી શાશ્વત ફળ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ