બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'Despite money and power. Venkatesh Prasad took Team India's class, attacked in 2 tweets

સ્પોર્ટ્સ / 'પૈસા અને પાવર હોવા છતાંય...', વેંકટેશ પ્રસાદે લીધો ટીમ ઇન્ડિયાનો ક્લાસ, 2 જ ટ્વિટમાં કર્યા આકરા પ્રહાર

Megha

Last Updated: 09:27 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી વનડેમાં મળેલી હાર બાદ ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. કપીલ દેવ બાદ હવે પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે રોહિત સેનાની આકરી ટીકા કરી છે.

  • ટીમ ઈન્ડિયાને બીજી વનડેમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો
  • પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે રોહિત સેનાની આકરી ટીકા કરી
  • કહ્યું ટીમ ઈન્ડિયા હાલ ચેમ્પિયન ટીમ બનવાથી ઘણી દૂર છે

ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા ઘણા નવા પ્રયોગો કરી રહી છે અને તેના હેઠળ રોહિત શર્મા અને વિરાટ કોહલીને બીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો હતો પણ ટીમ ઈન્ડિયાનો આ દાવ ઊલટો પડ્યો અને હારનો સામનો કરવો પડ્યો. બીજી વનડેમાં ભારતીય ટીમ માત્ર 181 રન જ બનાવી શકી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 80 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ 1 ઓગસ્ટે રમાવવા જઈ રહી છે. 

નાની-નાની સફળતાની ઉજવણી કરવાની આદત પડી ગઈ
બીજી વનડેમાં મળેલી હાર બાદ ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. કપીલ દેવ બાદ હવે પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે રોહિત સેનાની આકરી ટીકા કરી છે. 57 વર્ષીય વેંકટેશે કહ્યું કે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. સાથે જ એમનું માનવું છે કે ભારતીય ટીમને નાની-નાની સફળતાની ઉજવણી કરવાની આદત પડી ગઈ છે.

ટીમ ઈન્ડિયા હાલ ચેમ્પિયન ટીમ બનવાથી ઘણી દૂર છે
જણાવી દઈએ કે વેંકટેશ પ્રસાદે ટ્વીટ કર્યું, 'ટેસ્ટ ક્રિકેટ સિવાય બાકીના બે ફોર્મેટમાં ભારતનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સામાન્ય રહ્યું છે. બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ ગુમાવી. છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. અમે ન તો ઈંગ્લેન્ડ જેવી રોમાંચક ટીમ છીએ અને ન તો ઓસ્ટ્રેલિયન ટીમ જેવી આક્રમક ટીમ છીએ.' વેંકટેશ પ્રસાદે આગળ લખ્યું, 'પૈસા અને પાવર હોવા છતાં અમને નાની સફળતાની ઉજવણી કરવાની આદત પડી ગઈ છે. ટીમ ઈન્ડિયા હાલ ચેમ્પિયન ટીમ બનવાથી ઘણી દૂર છે. દરેક ટીમ જીતવા માટે રમે છે અને ભારત પણ જીતવા માટે રમે છે, પરંતુ ક્યારેક તેમનો અભિગમ અને વલણ પણ તેમના ખરાબ પ્રદર્શનનું કારણ બને છે.' 

કપિલ દેવે પણ ભારતીય ખેલાડીઓની ક્લાસ લગાવી
આ સાથે જ કપિલ દેવે પણ ભારતીય ખેલાડીઓની ક્લાસ લગાવી હતી. પહેલા ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસના વખાણ કર્યા હતા પણ આ પછી જ એવું પણ કહ્યું કે ખેલાડીઓ પોતાને સર્વજ્ઞ માને છે. તેઓ કોઈની સલાહ લેવી જ નથી. 

ભારતીય ખેલાડીઓ ઘણા આત્મવિશ્વાસી બની ગયા છે 
વાત એમ છે કે કપિલ દેવે એક વાતચિત દરમિયાન કહ્યું કે, 'દરેક વ્યક્તિમાં મતભેદ હોય છે પણ આ ભારતીય ખેલાડીઓની એક સારી વાત એ છે કે તેઓ ઘણો આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ નકારાત્મક મુદ્દો એ પણ છે કે તે બધું જ જાણે છે.' આગળ એમને કહ્યું કે 'મને ખબર નથી કે તેને કઈ રીતે સારું બનાવવું જોઈએ પણ તેઓ ખૂબ આત્મવિશ્વાસુ બની ગયા છે પણ તેમને એવું લાગે છે કે તમારે કોઈની પાસેથી કંઈપણ પૂછવાની જરૂર નથી. જ્યારે હું માનું છું કે અનુભવી વ્યક્તિ હંમેશા તમને મદદ કરી શકે છે.'

ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે
પૂર્વ કેપ્ટને એમ પણ કહ્યું કે પૈસા સાથે ઘમંડ આવે છે. તેણે એ પણ કબૂલ્યું છે કે કેટલાક એવા ખેલાડીઓ છે જેમનો ઘમંડ તેમને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોની સલાહ લેવાથી પણ રોકે છે. કપિલ દેવે કહ્યું, 'ઘણી વખત એવું બને છે કે જ્યારે વધુ પૈસા આવે છે ત્યારે તેની સાથે અહંકાર પણ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. આ પણ મોટો તફાવત છે.

સુનીલ ગાવસ્કર ત્યાં છે તો તમે તેમની સાથે વાત કેમ નથી કરતાં?
આગળ એમને કહ્યું કે 'હું કહેવા માંગુ છું કે અહીં એવા ઘણા ક્રિકેટરો છે જેમને મદદની જરૂર છે. જ્યારે સુનીલ ગાવસ્કર ત્યાં છે તો તમે તેમની સાથે વાત કેમ નથી કરી શકતા? અહંકાર ક્યાં છે? એવો કોઈ અહંકાર નથી. તેઓ વિચારે છે કે અમે ખૂબ સારા છીએ અને તે સારો હોઈ શકે છે, પરંતુ 50 સિઝન સુધી ક્રિકેટ જોનાર વ્યક્તિ પાસેથી પણ મદદ લેવી જોઈએ. તે વસ્તુઓ જાણે છે. ક્યારેક કોઈની વાત સાંભળવાથી પણ તમારા વિચારો બદલાઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ