બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Desperate Morbi youth dies on engagement day, 3 die in car accident on Jamnagar highway

SHORT & SIMPLE / મોરબીનો હતભાગી યુવાન, સગાઈના દિવસે જ મોત મળ્યું, જામનગર હાઈવે પર કાર એક્સિડન્ટમાં 3ને કાળ ભેટ્યો

Vishal Khamar

Last Updated: 09:55 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરનાં ખંભાળિયા હાઈવે પર સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હતી.

  • જામનગર-ખંભાળિયા હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત
  • ખટીયા ગામ પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા, 4 લોકો ઈજાગ્રસ્ત

જામનગર-ખંભાળિયા હાઈવે પર ખટીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. જ્યારે 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બે કાર વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની કોઈ વિગત મળવા પામી નથી.

કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનું મોત નિપજ્યા, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા

મોરબી ખાતે રહેતા પરિવારમાં પુત્રની સગાઈનો પ્રસંગ હોઈ સમગ્ર પરિવાર પુત્રની સગાઈ માટે જઈ રહ્યો હતો. પરિવારજનો પુત્રની સગાઈ માટે ખંભાળિયા જવા નીકળ્યા હતા. ત્યારે સગાઈનો પ્રસંગ પૂર્ણ કરીને પરિવાર પરત આવી રહ્યો હતો. ત્યારે ખટિયા ગામ પાસે બે કાર અથડાઈ હતી. ત્યારે કારમાં સવાર 3 વ્યક્તિઓનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ