બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dengue kills 2 in Rajkot

ચિંતાજનક / ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ, રાજકોટમાં ડેન્ગ્યુથી 2 ના મોત, અમદાવાદની સ્થિતી સૌથી ગંભીર

Ronak

Last Updated: 07:19 PM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના બાદ હવે મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે . રાજકોટમાં આજે ડેન્ગ્યુંને કારણે 2 વ્યક્તિઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં પણ ડેન્ગયું અને ચિકનુનીયાના કેસમાં ધરખમ વધારો થયો છે.

  • રાજકોટમાં ડેન્ગ્યુંને કારણે 2 લોકોના મોત 
  • અમદાવાદમાં ડેન્ગ્યું અને ચિકનગુનિયાના કેસમાં ધરખમ વધારો 
  • ટાઈફોઈડ, કમળો અને ઝાડા ઉલ્ટીના કેસ પણ અમદાવાદમાં વધ્યા 

રાજ્યમાં મચ્છરજન્ય રોગાચાળા માથું ઉચક્યું જેના કારણે સામાન્ય જનતાને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. રાજકોટમાં ડેન્ગ્યુંનો ભરડો ફેલાયેલો છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુને કારણે બે વ્યક્તિઓના મોત થયા છે. પહેલા રાજ્યમાં કોરોનાનો ભય વચ્ચે જીવી રહ્યા હતા. પરંતુ હવે લોકો ડેન્ગ્યુંના ભય વચ્ચે જીવી રહ્યા છે. 

દર્દીઓ ગોંડલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા 

જે બે દર્દીઓના મોત થયા છે તેઓ રાજકોટની ગોંડલ હોસ્પિટલમાં સારવાર હેઠલ હતા. પરંતુ તેમની તબિયત વધારે લથડી જતા તેમનું મોત નિપજ્યું. આ બનાવ બાદ તંત્ર પણ દોડતું થઈ ગયું છે શક્ય બને તેટલા પગલા લેવામાં આવી રહ્યા છે. 

પાલિકાના આરોગ્ય અધિકારીએ આપી માહિતી 

બીજી તરફ અમદાવાદમાં પણ મચ્છરજન્ય રોગચાળા માજા મુકી છે. અહીયા તો માત્ર મચ્છરજન્યજ નહી પરંતુ પાણી જન્ય રોગચાળો પણ ફેલાયો છે. જે મામલે પાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવ્યું છે. અમદાવાદામાં નોંધાયાયેલા ડેન્ગ્યુના કેસ સાંભળીને તમે નવાઈ પામી જશો. 

ડેન્ગ્યુના 693 અને ચિકનગુનિયાના 287 કેસ 

અમદાવાદ મનપાના આરોગ્ય અધિકારી . ભાવિન સોલંકીએ કહ્યું કે ચાલુ માસે 25 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 693 અને ચિકનગુનિયાના 287 કેસ નોંધાયા છે. સાથેજ સાદા મલેરિયાના 199 અને ઝેરી મલેરિયાના 16 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલટીના 336, ટાઇફોઇડના 291 અને કમળના 196 કેસ નોંધાયા છે.

ટાઈફોઈડ અને ઝાડા ઉલ્ટીના કેસમાં પણ ધરખમ વધારો 

અમદાવાદમાં ઝાડા ઉલટીના 336, ટાઇફોઇડના 291 અને કમળના 196 કેસ નોંધાયા છે.ગોતા, પાલડી, થલતેજ, ગોમતીપુર અને રખિયાલમાં રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મનપા અધિકારીએ કહ્યું કે, કોમર્શિયલ અને કન્ટ્રક્શન સાઇટ પર વધુ મચ્છરો જોવા મળ્યા છે...આગામી સમયમાં મચ્છરના બ્રિડિંગ વધવાની શકયતા સેવાઈ રહી છે....આથી શહેરીજનોએ પાણીનો ભરાવો થતો અટકાવવો જરૂરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ