બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Delhi government has banned bike taxis

એક્શન / હવેથી ભારતના આ શહેરમાં બાઇક ટેક્સી ચલાવનારાની ખેર નહીં! સરકારે લીધો મોટો નિર્ણય

Malay

Last Updated: 03:06 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સરકાર બાઇક અથવા ટુ-વ્હીલરનો ટેક્સી તરીકે ઉપયોગ કરવા પર કડક બની છે. દિલ્હી સરકારે બાઇક ટેક્સીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પછી હવે ઓલા, ઉબેર અથવા રેપિડો બાઇક ટેક્સીની સુવિધા આપી શકશે નહીં. આ નિર્ણયની શું અસર થશે? બાઈકર્સ અને કંપનીઓ પર શું પગલાં લેવાઈ શકે છે? જાણો...

 

  • દિલ્હી સરકારે બાઇક ટેક્સી પર લગાવ્યો પ્રતિબંધ
  • ટૂંક સમયમાં એક નવી પોલિસી લાવશે સરકાર
  • ખાનગી વાહનનો કોમર્શિયલ ઉપયોગ કરવો ગેરકાયદેસર

રાજધાની દિલ્હીના રસ્તાઓ પર હવે બાઇક ટેક્સી નહીં ચાલે. સરકારે ટેક્સી તરીકે ટુ-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કેજરીવાલ સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે, સરકાર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર એગ્રીગેટર્સ માટે ટૂંક સમયમાં એક નવી પોલિસી લઈને આવશે. આ પહેલા પરિવહન મંત્રાલયે એગ્રીગેટર્સને બાઇક ટેક્સીના ઉપયોગ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે આમ કરવું 1988ના મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે. આવા મામલામાં એગ્રીગેટર્સ એટલે કે કંપનીઓ પાસેથી એક લાખ રૂપિયાનો દંડ લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે દિલ્હીમાં બાઇક ટેક્સી પર પ્રતિબંધ મુકાયા બાદ કઇ બાઇક ચાલી શકશે? નિયમોનું ઉલ્લંઘન થશે તો શું થશે? બાઇક ટેક્સી ચલાવતી કંપનીઓ સામે કેવા પગલાં લેવાશે?

કેમ લાદવામાં આવ્યો પ્રતિબંધ?
વાસ્તવમાં દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં બાઇક ટેક્સીનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આમાં માત્ર પ્રાઈવેટ નંબર એટલે કે સફેદ નંબર પ્લેટવાળી બાઇકનો જ કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વાંધો છે. દિલ્હી સરકારના પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રાઇવેટ ટુ-વ્હીલર્સનો ઉપયોગ મુસાફરોને લાવવા-લઈ જવામાં કરવામાં આવી રહ્યો છે અને તેમાંથી કમાણી કરવામાં આવી રહી છે, જે સંપૂર્ણ રીતે કોમર્શિયલ છે. આમ કરવું મોટર વ્હીકલ એક્ટ, 1988નું ઉલ્લંઘન છે. 

શું થઈ શકે છે સજા?
ખાનગી વાહનનો કોમર્શિયલ ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આમ કરવાથી મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 192 હેઠળ સજા થઈ શકે છે. જો આવું કરતા પહેલીવાર પકડાય તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી શકે છે. જો બીજી વખત પકડાય તો એક વર્ષ સુધીની જેલ અને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે વાહન પણ જપ્ત થઈ શકે છે.

કંપનીઓ અને ડ્રાઇવરો પર શું એક્શન લેવાશે?
મોબાઈલ એપ દ્વારા બાઇક ટેક્સીની સુવિધા આપનારી કંપની પર એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની કમિટીના નિર્દેશો અનુસાર બાઇક ટેક્સી ડ્રાઇવરોનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

આગળ શું થશે?
પરિવહન વિભાગે એક નોટિસ જારી કરીને એગ્રીગેટર્સને બાઇક ટેક્સીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દંડ અને સજાથી બચવા માટે આવી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવી જોઈએ. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યું કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર અંગે નવી પોલિસી લાવવામાં આવશે. આ પોલિસીના આવ્યા બાદ એગ્રીગેટર્સ નવી યોજના હેઠળ લાયસન્સ માટે અરજી કરી શકે છે. લાયસન્સ મળ્યા બાદ બાઇક ટેક્સીઓ દોડી શકશે.

શું તમામ બાઇક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
માત્ર બાઇક ટેક્સીના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે કે, કોઈપણ ખાનગી બાઇકનો ટેક્સી તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓ ટેક્સી તરીકે બાઇકનો ઉપયોગ કરે છે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે આ એપ્સ પર બાઇકનું બુકિંગ શક્ય નહીં બને. જોકે, કાર ટેક્સીનું બુકિંગ શક્ય બનશે. દિલ્હી સરકારનો આ નિયમ માત્ર બાઇક ટેક્સી માટે આવ્યો છે.

આ નિર્ણયથી શું અસર થશે?
બાઇક ટેક્સીનો ઉપયોગ વધવા પાછળ બે કારણો હતા. પ્રથમ- તે કેબ અથવા ટેક્સીઓ કરતાં ઘણી સસ્તી છે. બીજું- આના કારણે લોકોને રોજગારી મળી રહી હતી. બાઇક ટેક્સી પર પ્રતિબંધથી બંનેને અસર થશે. હવે લોકોને ઓછા અંતરે જવા માટે કેબ બુક કરવી પડશે. તેમજ જે લોકો બાઇક ટેક્સી દ્વારા રોજગાર મેળવતા હતા તેમની રોજગારી હવે સમાપ્ત થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ