બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / deepak chahar sister malti disclosed her sister in law says delhi ki ladki hai not a foreigner

ખુલાસો / ભાભીને લઈને દીપક ચહરની બેનનો મોટો ખુલાસો, જુઓ શું આપ્યું નિવેદન

Premal

Last Updated: 02:42 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપર કિંગ્સ પંજાબ કિંગ્સની સામે ભલે મેચ હારી ગઇ હોય. પરંતુ તેના ઝડપી બોલર દીપક ચાહરે પોતાની લેડી લવનું દિલ બધાની સામે જીત્યું છે. દીપકે પંજાબ કિંગ્સની સામે મેચ રમ્યા બાદ પોતાની પ્રેમિકાને પ્રપોઝ કર્યો.

  • દીપક ચહરની બહેન માલતી ચહરે ભાભી અંગે કર્યો ખુલાસો
  • લ્યો મળી ગઈ ભાભી, આ છે જયા ભારદ્વાજ
  • આ કોઈ વિદેશી યુવતી નથી, ભગવાન બંનેને આશીર્વાદ આપે

માલતીએ પોતાની ભાભી અંગે ખુલાસો કર્યો

દીપક ચાહરની મંગેતર વિશે જાણવા માટે બધા ઉત્સાહિત છે. એવામાં દીપકની બહેન માલતીએ પોતાની ભાભી અંગે ખુલાસો કર્યો છે. માલતી ચાહરે ઈન્સ્ટાગ્રામ પર દીપક અને તેની મંગેતરની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરને શેર કરી તેમણે લખ્યું, અને મારો ભાઈ બીજા કોઈનો થયો.. લો મળી ગઇ ભાભી.. આ જયા ભારદ્વાજ છે અને આ કોઈ વિદેશી નથી. દિલ્હીની યુવતી છે. ભગવાન બંનેને આશીર્વાદ આપે.

દીપક ચાહરે મંગેતરને પ્રપોઝ કર્યો

દીપક ચાહરે પંજાબ કિંગ્સની સામે મેચ રમ્યા બાદ સ્ટેન્ડ્સમાં જઇને નીચે ઘૂંટણિયે બેસીને જયા ભારદ્વાજને પ્રેમનો એકરાર કર્યો. જોકે, પંજાબ સામેની આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 6 વિકેટનો હારનો સામનો કરવો પડ્યો. દીપકે 4 ઓવરમાં 48 રન આપ્યાં અને એક વિકેટ લીધી.

દીપક ચાહરે તસ્વીરો અને વીડિયો શેર કર્યા

દીપક ચાહરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યુ હતુ તેની તસ્વીરો અને વીડિયો પણ શેર કર્યા. દીપકની આ ગતિવિધિથી સીએસકે હારી હોવા છતાં ટીમમાં ઉત્સાહનો માહોલ છવાયેલો હતો. જોકે, સીએસકેએ પહેલાં જ સેમી ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે.

જયા ભારદ્વાજ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન

હોટલ પાછા આવીને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે કેક કાપીને દીવો પ્રગટાવ્યો અને તેના ખાસ દિવસને વધુ સ્પેશિયલ બનાવ્યો. દરેક ખેલાડીઓએ દીપક અને જયાને અભિનંદન આપ્યા અને ખૂબ મસ્તી કરી. ઉલ્લેખનીય છે કે, જયા ભારદ્વાજ રિયાલિટી શો બિગ બોસ સિઝન 5ના સ્પર્ધક રહી ચૂકેલા સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જણાવવામાં આવી રહ્યું છે કે જયા કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે. જયા દીપકની સાથે આઈપીએલ 2021 માટે દુબઈમાં છે અને સીએસકે કેમ્પનો ભાગ બની છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ