બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / DA Hike: Government employees can get a gift, dearness allowance will increase by 4% in March
Megha
Last Updated: 11:51 AM, 25 February 2024
આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે અને આ પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને ગુડ ન્યુઝ આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં ચાર ટકાનો વધારો કરી શકે છે. પેન્શનરોને પણ આનો લાભ મળશે.
ADVERTISEMENT
સરકાર માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરી શકે છે. જો સરકાર આ નિર્ણય લે છે, તો કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ જશે અને પગારમાં બમ્પર ઉછાળો આવશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર CPI (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) ડેટાના આધારે ઔદ્યોગિક કામદારો માટે DA/DRમાં વધારો નક્કી કરે છે. તેની 12 મહિનાની સરેરાશ 392.83 છે. તેના આધારે, DA મૂળ પગારના 50.26 ટકા હશે. લેબર બ્યુરો, શ્રમ મંત્રાલયનું એક એકમ, દર મહિને CPI-IW ડેટા પ્રકાશિત કરે છે.
ઓક્ટોબર 2023માં કેબિનેટે છેલ્લે સરકારી કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં ચાર ટકાનો વધારો કર્યો હતો. તે ચાર ટકાના વધારા સાથે, ડીએ 42 ટકાથી વધીને 46 ટકા થયો હતો. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોને ફાયદો થયો છે.
જો કોઈ કર્મચારીને દર મહિને 18,000 રૂપિયાનો મૂળ પગાર મળે છે, તો હાલમાં 46 ટકાએ તેનું DA 8,280 રૂપિયા છે. જો DAમાં ચાર ટકાનો વધારો કરવામાં આવે અને 50 ટકાના હિસાબે ગણતરી કરીએ તો તે વધીને રૂ. 9,000 થશે, એટલે કે પગારમાં સીધો રૂ. 720નો વધારો થશે.
વધુ વાંચો: મોબાઇલ Appsથી લોન લેનારા ચેતી જજો! RBIને નાણામંત્રીએ આપ્યો મહત્વનો નિર્દેશ, જાણો વિગત
જો કોઈ કર્મચારીને દર મહિને 36,500 રૂપિયાનો મૂળ પગાર મળે છે, તો હાલમાં તેનું DA 16,790 રૂપિયા છે. જો DAમાં ચાર ટકાનો વધારો કરવામાં આવે તો તેનું DA 1,460 રૂપિયા વધીને 18,250 રૂપિયા થઈ જશે. આ સાથે જાન્યુઆરીથી એરિયર્સ પણ મળી જશે. તેવી જ રીતે, જો પેન્શનરનું મૂળ પેન્શન રૂ. 9,000 છે, તો તેને DR તરીકે રૂ. 4,500 મળશે. હાલમાં તેને DR તરીકે 4,140 રૂપિયા મળી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT