બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Cyclone Michoge took a violent form, torrential rains started in many states

Cyclone Michaung / વાવાઝોડુ મિચોગે ધર્યું રૌદ્ર રૂપ... અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ શરૂ, 118 ટ્રેનો રદ્દ, હાઇઍલર્ટ પર છે આ રાજ્ય

Priyakant

Last Updated: 08:46 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast Cyclone Michaung Latest News:

  • Cyclone Michaungને હવામાન વિભાગની મોટી આગાહી 
  • ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં ભારે વરસાદ પડી શકે 
  • બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં વિકસી

IMD Forecast Cyclone Michaung : ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.  કારણ કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં વિકસી શકે છે. તે 'Cyclone Michaung'માં પરિવર્તિત થવાની સંભાવના છે. 

IMD અનુસાર ડીપ ડિપ્રેશન 'પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા છે. આ પછી, તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તામિલનાડુના દરિયાકાંઠે થઈને સોમવારે સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પહોંચશે.

આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે, 5 ડિસેમ્બરે જ્યારે તે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે છે, ત્યારે Cyclone Michaung 80 થી 90 કિમી પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ પ્રાપ્ત કરે તેવી ધારણા છે. જે 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. IMD એ એમ પણ જણાવ્યું હતું કે, દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મિલકતો અને નબળા માળખાને નુકસાન થવાની સંભાવના છે.

રવિવારે ઉત્તર કોસ્ટલ તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. IMDએ કહ્યું કે, 4 ડિસેમ્બરે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે અને તે પછી તે ઘટશે. રાજ્યની રાજધાની ચેન્નાઈમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. ચેન્નાઈ હવામાન વિભાગે શનિવારે રાત્રે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરી હતી.
 
Cyclone Michaung દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી પહોંચવાની ધારણા હોવાથી સમગ્ર તમિલનાડુમાં પોલીસ અને અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો પ્રદાન કરી છે અને 10 વધારાની ટીમોને કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ