બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Cyclone Gulab to hit odisha and andhra pradesh today

BIG NEWS / આજે સાંજ સુધીમાં ત્રાટકી શકે છે ગુલાબ વાવાઝોડું, હાઈઅલર્ટ અપાયું, જાણો ક્યાં થશે સૌથી વધારે અસર

Parth

Last Updated: 08:41 AM, 26 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડું તેજીથી આગળ વધી રહ્યું છે જેના કારણે ચિંતામાં વધારો થયો છે.

  • ઓડિશા અને આંધ્રની વચ્ચે ત્રાટકશે ગુલાબ 
  • આજે સાંજ સુધીમાં દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના 
  • બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં રેસ્ક્યૂ ફોર્સ તૈનાત 

ગુલાબે વધારી ચિંતા 
ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચેથી રવિવારે ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે ત્યારે આંધ્ર પ્રદેશનાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત કરી દેવામાં આવી છે. ઓડિશામાં પણ મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી રહી છે. 

ઓડિશા અને આંધ્ર પ્રદેશ સરકાર હાઇ અલર્ટ પર 
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન અનુસાર વિશાખાપટ્ટનમ સહિતનાં જિલ્લાઓમાં માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઓડિશાના ગંજમ જિલ્લામાં પણ વાવાઝોડાનાં કારણે ભારે તબાહીની આશંકા છે ત્યારે ત્યાં પણ તંત્ર દોડતું થયું છે. 

95 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન 
IMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે, અત્યારે હાલ વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યું છે. IMDએ કહ્યું કકે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેસ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા છે. 

આટલું જ નહીં આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે કારણ કે હજુ ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઊઠવાની આશંકા છે. 

ગુલાબ ચક્રવાતને લઇ મહત્વના સમાચાર
ભારતનાં પૂર્વ વિસ્તારમાં ગુલાબ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ત્રાટકે તેવી આશનક છે ત્યારે ગુલાબ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર પણ વર્તાશે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનાં કારણે વાવાઝોડું આવી રહ્યું છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદને લઈને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન  કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેમા 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી જ ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે જ્યારએ 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ