બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / Cyclone Biporjoy moving at a speed of 7 kmph, Met department and Ambalal predict 'heavy', landfall will be massive

સમાચાર સુપરફાસ્ટ / 7 કિ.મીની ગતિથી આગળ વધી રહ્યુ છે બિપોરજોય વાવાઝોડું, હવામાન વિભાગ અને અંબાલાલે કરી 'ભારે' આગાહી, લેંડફોલ હશે પ્રચંડ

Dinesh

Last Updated: 07:35 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023 મા ઓસ્ટ્રેલિયાએ જીત પોતાને નામ કરી છે, જબરદસ્ત પ્રદર્શન સાથે ટોપ પર રહેલા ઓસ્ટ્રેલિયા અને બીજા નંબર પર રહેલ ભારતીય ટીમ વચ્ચે ફાઈનલ રમાઈ હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ માટે ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું સુમદ્રમાં પોરબંદરથી 460 કિમી દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 510 કિમી દૂર અને નલિયાથી 600 કિમી દૂર છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 7 કિ.મીની ગતિથી આગળ વધી બિપોરજોય વાવાઝોડું રહ્યુ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. અતિ ભારે વરસાદની  આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે. આજે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 

Due to Cyclone Biparjoy Meteorological Department has predicted heavy rains

અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા સાયક્લોન બિપોરજોયે ગુજરાતના વહિવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે લેન્ડ કરી શકે છે. વાવાઝોડાના મુદ્રાથી લઇને કરાચી સુધીના વિસ્તારમાં ટકરાવવાની સંભાવના છે. આ વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ વચ્ચે હવે બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે.

દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, આ ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે અને આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે ત્યારે બિપોરજોય વાવાઝોડું કરાચી તરફ જવાનું સ્કાયમેટનું અનુમાન છે સ્કાયમેટએ જણાવ્યું કે, વાવાઝોડું આગળ વધતાની સાથે નબળુ પડશે અને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશે તેમજ ગુજરાતના દરિયા કિનારે 100થી 120ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે પવન ફૂંકાતા તટિય વિસ્તારમાં નુકસાનની સંભાવના છે વધુમાં જણાવ્યું કે, 15 જૂન સુધી ભારે પવન ફૂંકાવવાની સ્કાયમેટની આગાહી છે.સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડાની અસર આજથી શરૂ થઈ જશે તેમજ કેટલાક દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તેમજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ બે ત્રણ દિવસ બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. સ્કાયમેટે વધુમાં જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે ગુજરાત હવાામાન વિભાગે આગાહી કરી છે તેમજ કેટલાક એલર્ટ આપ્યા છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે તારીખ 15 જૂનને લઈ પવન અને વરસાદને લઈ ત્રણ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કર્યા છે. 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટમાં જાહેર કર્યો છે, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યા છે. તેમજ 15 જૂને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અહી પવનની ગતિ 125થી 135 કિમી રહેશે જ્યારે રાજકોટ, પોરબંદરમાં સુરેન્દ્રનગર, બોટાદ અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે.

સંભવિત બિપોરજોય વાવાઝોડાના પગલે દ્વારકામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે, અત્રે તમને જણાવી દઈએ કે, વાવાઝાડોની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયું છે અને 15 જૂને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરાઈ છે. દ્વારકા જિલ્લામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે. જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરાઈ છે અને અત્યાર સુધીમાં 1 હજાર 100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન  કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં  કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, અને પ્રફુલ ભાઇ પાનશેરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં  કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રમકડામાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. જે દૂર્ઘટનામાં 1 બાળકનું મૃત્યુ થયું છે જ્યારે 1 બાળકને ઈજા થઈ છે. દારૂખાનું ભરેલા રમકડામાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. ચિત્રા વિસ્તારમાં સરકારી ગોડાઉન પાસેના વિસ્તારમાં એક ઘટના ઘટી છે જ્યાં દારૂખાનું ભરેલા રમકડા પડ્યાં હતા જેમાં એકાએક બ્લાસ્ટ થતાં એક બાળકનું કમકમાટી ભર્યું મોત થયું જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અત્રે તમને જણાવી દઈએ કે મૃત્યું થનારનું નામ જુનેદ ચૌહાણ છે જ્યારે રેહાન નામના બાળકને ગંભીર ઈજા પહોંચી છે અને તે અત્યારે સારવાર હેઠળ છે.

1 child killed, 1 child injured in toy blast in Bhavnagar

 સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં 51 સ્થળોએ 55 હજારથી વધુ પોલીસ જવાનોને CPR તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગ રુપે સુરતમાં પણ પોલીસ જવાનોને CPRની તાલીમ આપવામાં આવી. સુરતમાં ત્રણ સ્થળે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ તાલીમ કેન્દ્ર, અઠવાલાઇન્સ, પોલીસ હેડ ક્વાર્ટર્સ અઠવાલાઇન્સ અને મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો માટે CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજકાલ યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો થયો છે. અને જો સમય પર તેમને સારવાર ન મળે તો મૃત્યું થાય છે. તેવામાં જો રસ્તા પર કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે અથવા તો પોતાની આસપાસ કોઈને હાર્ટ એટેક આવો તો પોલીસ જવાનો તેમને CPR આપી બચાવી શકે છે. અને આવા કિસ્સાઓ અવાર-નવાર આપણે જોયા પણ છે. જેમાં પોલીસ જવાનો કોઈ માટે દેવદૂત સાબિત થયા હોય તેવામાં આ ચાલીમ થતી આગામી દિવસોમાં જવાનો અનેક લોકો માટે દેબદૂત બની શકે છે. 

In Surat too, police personnel have been trained in CPR

દેશના મેદાની વિસ્તારોના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં આકરી ગરમી પડી રહી છે. સાથે જ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે. કેરળ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને તમિલનાડુના ઘણા ભાગોમાં હવે તે વધુ આગળ વધે તેવી શક્યતા છે. તેની અસર પડોશી રાજ્યોના હવામાન પર પણ જોવા મળી શકે છે. જ્યારે ચક્રવાત બિપોરજોય પણ ઝડપથી તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ સિવાય કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું છે કે 11 થી 13 જૂન વચ્ચે ઝારખંડ અને ઓડિશામાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 12 જૂન સુધી આકરી ગરમીથી લોકો પરેશાન થશે. બિહાર અને તટીય આંધ્રપ્રદેશના લોકોને 12 જૂન સુધી તીવ્ર ગરમીનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ પછી હવામાનની પેટર્ન બદલાય તેવી શક્યતા છે.

Meteorological department's big forecast, wind speed of 15 kmph, rain forecast for 5 days in these states

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની એક રેલી દરમિયાન શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું.  શાહે ઠાકરે પર આરોપ લગાવ્યો છે કે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ માટે ભાજપ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપના આઉટરીચ અભિયાનના ભાગરૂપે નાંદેડમાં એક રેલીને સંબોધતા શાહે કહ્યું હતું કે ભાજપે ગયા વર્ષે ઠાકરેના નેતૃત્વવાળી એમવીએ સરકારને પાડી ન હતી, પરંતુ તે શિવસૈનિકો જ હતા જેઓ ઠાકરેની નીતિઓથી કંટાળી ગયા હતા અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી સાથે જવા તૈયાર નહોતા.શાહે વધુમાં જણાવ્યું હતું કે "મેં અને તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 2019ની ચૂંટણી પહેલાં ઠાકરે સાથે વાત કરી હતી કે જો એનડીએ જીતશે તો ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બનશે. ઉદ્ધવે આ વાત માની લીધી. જો કે ચૂંટણી પરિણામો બાદ ઠાકરેએ વાયદો તોડીને કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેસી ગયા હતા.

Polls in 2019 were fought under Modi-Fadnavis but Uddhav betrayed by sitting in Congress' lap- Amit Shah

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023 મા ઓસ્ટ્રેલિયાએ જીત પોતાને નામ કરી છે. જબરદસ્ત પ્રદર્શન સાથે ટોપ પર રહેલા ઓસ્ટ્રેલિયા અને બીજા નંબર પર રહેલ ભારતીય ટીમ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 209 રનથી હરાવ્યું છે. ટાઈટલ જીતવાની ટીમ ઇન્ડિયા અને  કરોડો ભારતીય ચાહકોની અપેક્ષા પર ઓસ્ટ્રેલિયાએ પાણી ફેરવી દીધું છે. ટેસ્ટ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. જોકે પાછળથી ધડાધડ વિકેટો જતા જીત ધૂંધળી બની હતી અને ઈન્ડિયા માત્ર 234ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચ 209 રનથી જીતીને આઈસીસી ટ્રોફી પોતાને નામ કરી હતી. સતત બીજી વખત ફાઈનલ મેચ હાર્યા અને સપનું ચકનાચૂર થતા હવે નિરાશા સાથે ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે.

Women Hockey Junior Asia Cup 2023 માં ભારતે ઈતિહાસ રચી દીધો છે. મહિલા ટીમે દક્ષિણ કોરિયાની ટીમને પછાડી પ્રથમ વખત હોકી જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતની ટીમે યશસ્વી પ્રદર્શન કરી દક્ષિણ કોરિયાને 21થી હરાવ્યું હતું. ચેમ્પિયનનો ખિતાબ જીતવા માટે બને ટીમ વચ્ચે શાનદાર મુકાબલો થયો હતો. ખાસ વાત એ છે કે પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી.બીજા ક્વાર્ટરમાં અનુએ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ખાતું ખોલાવ્યું હતું. તેણે 22મી મિનિટે ગોલકીપરની ડાબી બાજુથી ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. બાદમાં દક્ષિણ કોરિયાએ 3 મિનિટ બાદ પાર્ક સેઓ યેને ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો. સ્કોર બરાબરી પર રહ્યા બાદ બંને ટીમો બમણી તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. ભારત માટે 41મી મિનિટે નીલમે ગોલ કર્યો હતો જે ગોલ જ આગળ જતાં વિજયી ગોલ સાબિત થયો હતો. તેણે ભારતને 2-1ની સરસાઈ અપાવી હતી. આ પછી દક્ષિણ કોરિયાએ ભારત પર ઘણી વખત હુમલો કર્યો. દક્ષિણ કોરિયા પેનલ્ટી કોર્નરનો ફાયદો ન ઉઠાવી શકતા  ભારતે પણ શાનદાર બચાવ કર્યો, જેના આધારે ટીમ ઇન્ડિયાને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. અગાઉ આ ટૂર્નામેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2012માં હતું

ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને સર્બિયાઈ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ઇતિહાસ રચી દીધો છે. ગઈકાલે રવિવારે (11 જૂન)ના રોજ રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જોકોવિચે નોર્વેના કેસ્પર રુડને 7-6, 6-3, 7-5થી હાર અપાવીને  ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ પોતાને નામ કરી હતી. જોકોવિચની ગ્રાન્ડ સ્લેમની આ 34મી ફાઈનલ હતી, તો રુડની કારકિર્દીની આ ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી. જોકે રુડ હજુ સુધી એક પણ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી શક્યા નથી. આ ટાઈટલ જીતવાની સાથે જ જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવામાં સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલને પણ પાછળ છોડી હરાવી દીધો છે. જોકોવિચે અત્યાર સુધીમાં સૌથી વધુ 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી યશસ્વી પ્રદર્શન કર્યું છે. તો બીજી બાજુ નડાલનાએ પણ 22 ગ્રાન્ડ સ્લેમ પોતાને નામે કર્યા છે. તે જ રીતે 3 નંબર પર સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરનું નામ છે. જેણે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ