બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Cultivating farmers will be given one more electricity connection in addition to existing electricity connection in the same survey number farm.

ગુજરાત / ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: હવેથી સરફેસ વૉટરનો ઉપયોગ કરનારને અપાશે વધુ એક વીજ જોડાણ

Dinesh

Last Updated: 03:48 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news: વરસાદી પાણીનો ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એકજ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ અપાશે:ઉર્જા મંત્રી કનુ દેસાઈ

  • રાજ્ય સરકારનો ખેડૂતો માટે વધુ એક ઐતિહાસિક નિર્ણય
  • વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણની જાહેરાત   
  • સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે


ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે તેમ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે.

'ખેડૂતોના પાક ઉત્પાદન વધશે'
ઉર્જામંત્રી એ ઉમેર્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યસરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઉભી રહી છે. વરસાદી પાણી ( સરફેસ વૉટર) નો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂત ના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે.ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા  રજુઆત કરી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

Good news for the farmers of Gujarat regarding electricity during the day, Energy Minister said the goal will be achieved in...

'ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે'
ઉર્જામંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમ થી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલ માં બચાવ થશે. એટલુંજ નહીં કાર્બન ઉત્સર્જન માં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ નિર્ણયને રાજ્યના ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક વધાવી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કર્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ