બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Crowding of seats, army standby, evacuation of thousands, food packaging, how the system prepares to meet the storm

ઍલર્ટ / બેઠકોનો ધમધમાટ, આર્મી સ્ટેન્ડબાય, હજારોનું સ્થળાંતર, ફૂડ પેકેજિંગ, જુઓ વાવાઝોડાને પહોંચી વળવા તંત્રની કેવી તૈયારી

Priyakant

Last Updated: 11:35 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy News: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ, દરિયામાં ભારે કરંટ, લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની ટીમો પણ ખડેપગે

  • ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
  • CMની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, બેઠકમાં વાવાઝોડાની સ્થિતિની થશે ચર્ચા
  • NDRF અને SDRFની ટીમો પણ ખડેપગે, અનેક લોકોનું સ્થળાંતર 

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. બિપરજોય વાવાઝોડાને લઈ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ છે. આ સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે NDRF અને SDRFની ટીમો પણ ખડેપગે છે. આ તરફ બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે.

Image

બિપોરજોય વાવાઝોડાને લઈ હાલ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હાલ ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરાશે. 

દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો 
વાવાઝોડું નજીક આવતા કચ્છના જખૌમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ થઈ ગઈ છે. જખૌ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પર પવનની ગતિ પણ વધી ગઈ છે. બંદર પર ભારે પવન સાથે ભારે વરસાદ પણ શરૂ થયો છે. કચ્છના માંડવી ખાતે પણ વરસાદ વરસી રહ્યો છે, માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. માંડવીના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.  

લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા 
બિપોરજોય વાવાઝોડાને કારણે હવે રાજ્યભરમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739, જામનગરમાં 8542 લોકોનું સ્થળાંતર કરાયું છે. પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605 લોકોનું સ્થળાંતર તો મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. 

NDRF અને SDRFની ટીમો પણ તૈયાર 
આ તરફ વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જાય તો વીજપૂરવઠો પૂર્વવત કરવા 597 ટીમ તૈયાર છે. આ સાથે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તૈનાત છે. આ સાથે કોમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાય તો સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ લેવામાં આવશે. 

કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ 
કચ્છમાં Cyclone Biparjoy ની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે. 

વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર 
અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપોરજોયને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે.

ગુજરાતભરમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા 
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઈ પોરબંદર જિલ્લામાં વાવાઝોડાના અસરગ્રસ્તો માટે આંગણવાડીની બહેનો આશ્રયસ્થાનોના રસોડામાં સેવા આપી રહી છે.

આ તરફ ભુજ ખાતેથી વિવિધ સંસ્થાઓ દ્વારા મોડી સાંજે તૈયાર કરવામાં આવેલ ફૂડ પેકેટ તંત્રની મદદથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રી દરમિયાન પહોંચતા કરવાની કાર્યવાહી તથા શેલ્ટર હાઉસ મધ્યે ભોજનની વ્યવસ્થા ચાલુ છે.

વાવાઝોડા સામે નાગરિકોને સલામત સ્થળે ખસેડવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રની અવિરત કામગીરી. ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં 3600 કરતા વધારે લોકોને આશ્રયસ્થાનમાં આશ્રય અપાયો.તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વહીવટી તંત્ર નાગરિકોની વ્હારે આવ્યું છે. 

દરેકની નજર બિપોરજોય વાવાઝોડા પર
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.

આટલી ઝડપથી ફૂંકાશે પવન 
આવા તોફાનોમાં પવન ખૂબ જ જોરદાર હોય છે. આ વખતે વાવાઝોડા અંગે હવામાન વિભાગના નિષ્ણાતો કહે છે કે પવનની ઝડપ સૌથી વધુ કચ્છમાં રહેશે. જે 125 થી 150 કિમી પ્રતિ કલાકની હશે. અનુમાન મુજબ ગુરુવારે કચ્છમાં એ જ ઝડપે પવન ફૂંકાશે. 

  • મોરબીમાં 125 થી 150 કિમી પ્રતિ કલાક
  • જામનગરમાં 120 થી 140 કિમી પ્રતિ કલાક
  • દ્વારકામાં 120 થી 145 કિમી પ્રતિ કલાક 
  • જૂનાગઢમાં 100 થી 120 કિમી પ્રતિ કલાક 
  • પોરબંદરમાં 100 થી 120 કિ.મી 
  • રાજકોટમાં 100 થી 120 કિમી પ્રતિ કલાક 
  • ભાવનગરમાં 60 થી 70 કિમી પ્રતિ કલાક 
  • સુરેન્દ્ર નગરમાં 60 થી 70 કિમી પ્રતિ કલાક 

અંબાલાલ પટેલે પણ કરી મોટી આગાહી 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને કારણે આજે જે વરસાદ પડશે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં વર્તાશે. 

આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ 
તેઓએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ,  માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર કરશે. જ્યારે કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે. આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.

અંબાલાલની મોટી આગાહીઃ આજે ફરી IPLની ફાઇનલ પર વરસાદી સંકટ, ગુજરાતભરમાં પડશે  માવઠું, અરબી સમુદ્રમાં સક્રિય થશે ચક્રવાત | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/meteorologist' title='Meteorologist'>Meteorologist</a> <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ambalal-patel' title='Ambalal Patel'>Ambalal Patel</a>  predicted ...

ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર
વાવાઝોડું ગુજરાતની નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ દરિયમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. 

ગુજરાતમાં ટીમો તૈનાત
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ