બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / crow gives many auspicious and inauspicious signs

ગજબ / આ પક્ષી દ્વારા મળતા સંકેતો કરી શકે છે માલામાલ! થશે એટલો ધન લાભ કે પૈસા ગણતા જ રહી જશો

Khevna

Last Updated: 11:03 AM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાગડા તરફથી આપણને ઘણા શુભ-અશુભ સંકેતો મળે છે, જાણો ક્યા સંકેતો શુભ અને ક્યા સંકેતોને અશુભ માનવામાં આવે છે

  • આ પક્ષી આપે છે શુભ-અશુભ સંકેતો 
  • ધન લાભ કરાવે છે કાગડા સાથે જોડાયેલ આ સંકેતો 
  • આ સંકેત મળે તો થઇ જાઓ સાવધાન 

આ પક્ષી આપે છે શુભ-અશુભ સંકેતો ​​​​​​​

શુભ-અશુભ સમય આપણા જીવનનો હિસ્સો જ છે . આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ તથા ઘટનાઓ બને છે જે સારી-ખરાબ પરિસ્થિતિનાં સંકેત આપે છે. આ ઘટના આપણા જીવનને મોટા પાયે પ્રભાવિત કરે છે. સદીઓથી આ શુભ-અશુભની માન્યતાઓ ચાલી આવે છે. આજે આપણે એક એવા પક્ષી સાથે જોડાયેલ સુભ-અશુભ વિષે જાણીશું, જે આપણે ઘણી જગ્યાઓએ જોઈએ છીએ. આ પક્ષી છે કાગડો. કાગડા સાથે જોડાયેલ સારા-ખરાબ સંકેતો વિષે પેઢી દર પેઢી ઘણી વાતો કહેવામાં આવે છે. સાથે જ શકુન શાસ્ત્રમાં પણ આ સંકેતો તથા તેના અર્થ વિષે કહેવામાં આવ્યું છે. 

ધન લાભ કરાવે છે કાગડા સાથે જોડાયેલ આ સંકેતો 

  • જો કાગડો પોતાની ચાંચથી માટી ખોદતા જોવા મળે છે, તો માંની લો કે તમને ખૂબ જ પૈસા મળવાના છે. આ સંકેતને શુભ માનવામાં આવે છે. 
  • સવાર સવારમાં કાગડાનું ઘરનાં છાપરા પર આવવું કે ઘરની સામે બોલવું શુભ માનવામાં આવે છે. આવું બનવું કોઈ મહેમાનનાં આવવાના સંકેત પણ હોય શકે છે, સાથે જ આ ઘટના માન-સમ્માન મળવા તથા ધન લાભ થવા માટેના પણ સંકેત હોય શકે છે. 
  • જ્યારે કાગડો પાછળથી બોલે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આ કોઈ મોટી સમસ્યાનો ઉકેલ આવવા માટેનો સંકેત હોય શકે છે. 
  • જ્યારે આવતા-જતા કાગડો પાણી પીતો જોવા મળે, તો આ ધન લાભ થવાનો સંકેત પણ હોય શકે છે. 

આ સંકેત મળે તો થઇ જાઓ સાવધાન 

  • જો કોઈ મહિલાનાં માથા પર કાગડો બેસે, તો તેના પતિના જીવન પર કોઈ સંકટ આવવાનો સંકેત પણ હોય શકે છે. 
  • જો ક્યાંય જતા સમયે સૂકા ઝાડ પર ગીધ બેસેલો જોવા મળે, તો આ અશુભ સંકેત છે. આવું થવા પર યાત્રા પર જવાની ભૂલ ન કરતા. 
  • ઘરની છત પર ગરુડનું આવીને બેસવું પણ સંકટનો ઈશારો છે. 
  • જો કાગડાઓનું ઝુંડ છત પર આવીને અવાજ કરવા લાગે, તો ઘરના મુખ્ય વ્યક્તિ માટે મુશ્કેલીનાં સંકેત છે. 
  • કાગડાનું જોર જોરથી બોલવું પણ અશુભ માનવામાં આવે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ