બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / cricketer aap mp harbhajan singh statement on participating in ram mandir pran pratistha

સ્પોર્ટ્સ / 'હું તો અયોધ્યા જઇશ, જેમને તકલીફ હોય તેઓ...', વિપક્ષી પાર્ટીઓ વિરૂદ્ધ ભજ્જીએ ગૂગલી મારી

Manisha Jogi

Last Updated: 02:22 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર્સને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આ બાબતે જણાવ્યું છે કે, ‘કોઈ જાય કે ના જાય, હું તો કાર્યક્રમમાં હાજર રહીશ.’

  • ક્રિકેટર્સને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ
  • રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આપ્યો જવાબ
  • વિપક્ષી પાર્ટીઓ વિરૂદ્ધ ભજ્જીએ ગૂગલી મારી

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન સહિત અનેક ભારતીય ક્રિકેટર્સને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આ બાબતે જણાવ્યું છે કે, ‘કોઈ જાય કે ના જાય, હું તો કાર્યક્રમમાં હાજર રહીશ.’

અનેક રાજનૈતિક દળોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને નકારી દીધું છે. ત્યારપછી હરભજન સિંહનું આ નિવેદન સામે આવ્યું છે કે, તેઓ હાલ જે કંઈપણ છે, તે ભગવાનના આશીર્વાદને કારણે જ છે. 

હરભજન સિંહે નિવેદન આપ્યું છે કે, ‘અમારું સૌભાગ્ય છે કે, મંદિર બની રહ્યું છે. તમામ લોકોએ આ કાર્યક્રમમાં જવું જોઈએ અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ જાય કે ના જાય. મારી ભગવાનમાં આસ્થા છે, હું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જઈશ. કઈ પાર્ટી જાય છે અને કઈ પાર્ટી નથી જતી, હું તો જઈશ.’

અન્ય પાર્ટીઓ પર સાધ્યું નિશાન
હરભજન સિંહે અન્ય પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે કે, ‘કોંગ્રેસે જવું હોય તો જાય. હું રામ મંદિર જઉં અને કોઈને તકલીફ હોય તો તેમણે જે કરવું હોય એ કરે. હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું. મારા જીવનમાં જે કંઈપણ થઈ રહ્યું છે, તે ભગવાનની કૃપા છે. હું આશીર્વાદ લેવા જરૂરથી જઈશ.’

વધુ વાંચો: સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે શોએબ મલિકે કર્યા ત્રીજા લગ્ન, આ અભિનેત્રીને બનાવી જીવનસાથી

હરભજન સિંહની પાર્ટી AAPએ કર્યો હતો વિરોધ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાબતે દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને આપ સહિત અન્ય વિપક્ષ પાર્ટીઓએ આરોપ મુક્યો છે કે, ભાજપ આ મુદ્દે રાજનૈતિક ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે. ત્યારપછી આમ આદમી પાર્ટીએ સુંદરકાંડ કરાવવા માટેનો નિર્ણય લીધો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં સુંદરકાંડના પાઠનું આયોજન થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ