બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Amid divorce talks with Sania Mirja Shoaib Malik got married, made this actress a partner
ADVERTISEMENT
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા છે. આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે સાનિયા મિર્ઝાથી તેના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી છે.
ADVERTISEMENT
શોએબે જેની સાથે લગ્ન કર્યા હતા તે સના જાવેદના પણ એક વખત છૂટાછેડા થઈ ગયા છે. પાકિસ્તાનની આ અભિનેત્રીએ 2020 માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા, પરંતુ ટૂંક સમયમાં જ ખબર પડી કે આ કપલ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. બાદમાં બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એકબીજાના ફોટા ડિલીટ કરી દીધા અને પછી સમાચાર આવ્યા કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.
જો કે શોએબ મલિકે અને સના જાવેદ વિશે ઘણા સમયથી અફવા હતી કે બંને ડેટ કરી રહ્યા છે. જો કે, આ અંગે ક્યારેય કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નહતા. એવામાં હવે શોએબ મલિકે સાનિયા મિર્ઝાથી અલગ થવાના સમાચાર વચ્ચે સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: માથે પાઘડી, ગળામાં મોતીની માળા, સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શામી સજીધજી ક્યાં ગયો? લખ્યું સૌનો આભાર
સાનિયા મિર્ઝાએ 2010માં શોએબ મલિક સાથે હૈદરાબાદમાં મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમના લગ્નને એ સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. બંનેને એક બાળક પણ છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે એવી ચર્ચા ચાલી રહી છે કે શું સાનિયા મિર્ઝાના પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાનો નિર્ણય ખોટો હતો?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.