બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / cricket sunil gavaskar targets virat kohli do not ask me ask him question on cheteshwar pujara india vs australia wtc final

ક્રિકેટ / 'મને નહીં, કોહલીને પૂછો', વિરાટના ખરાબ શૉટ પર ભડક્યાં સુનીલ ગાવસ્કર

Manisha Jogi

Last Updated: 10:56 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની ખરાબ બેટીંગના કારણે સુનિલ ગાવસ્કરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી જે પ્રકારે આઉટ થયા, તેના પર સવાલ ઉઠાવ્યા છે.

  • ભારતીય ટીમની ખરાબ બેટીંગના કારણે સુનિલ ગાવસ્કરમાં ગુસ્સો
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું
  • ચેતેશ્વર પૂજારાની પણ ક્લાસ લીધી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની ખરાબ બેટીંગના કારણે સુનિલ ગાવસ્કરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. 5માં દિવસે ભારતીય ટીમે જીતવા માટે 280 રન કરવાના હતા અને 7 વિકેટ બાકી હતી, પરંતુ 70 રનમાં 7 વિકેટ પડી ગઈ. ઓસ્ટ્રેલિયાએ ભારતને 209થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (world test championship, WTC) જીતી લીધી છે. વિરાટ કોહલી અને આજિંક્યા રહાણે પણ ચાલી શક્યા નથી. ભારતીય બેટ્સમેનના ખરાબ પર્ફોર્મન્સ પર સુનિલ ગાવસ્કર ભડકી ઉઠ્યા છે. વિરાટ કોહલી જે પ્રકારે આઉટ થયા, તેના પર સવાલ ઉઠાવ્યા છે. ગાવસ્કરે ચેતેશ્વર પૂજારાની પણ ક્લાસ લીધી હતી. 

વિરાટ કોહલી આઉટ થવા બાબતે સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે, ‘આ એક ખરાબ શોટ હતો. તમે મને પૂછી રહ્યા છો કે, વિરાટ કોહલીએ કેવો શોટ રમ્યો, તમારે કોહલીને પૂછવું જોઈએ કે, તેમણે આ કેવો શોટ રમ્યો છે? આ પ્રકારના શોટ રમશો તો કેવી રીતે સદી ફટકારશો. બેટીંગ ખૂબ જ ખરાબ હતી. જે પ્રકારે ભારતીય બેટ્સમેનોએ શોટ્સ રમ્યા છે, તેથી એક સેશન ટકી જાય તે પણ મોટી વાત હતી. કોહલી ઑફ સ્ટમ્પની બહાર જ બોલ છોડી રહ્યા હતા. તેઓ અડધી સદીથી માત્ર 1 રન દૂર હતા. જ્યારે તમે માઈલસ્ટોનની નજીક હોવ ત્યારે આવું થાય છે. જાડેજાની સાથે પણ આવું થયું હતું. તેમણે 48 રન કર્યા હતા, ત્યારે તેઓ પણ આવો શોટ રમ્યા હતા, જે તેમણે આ પ્રકારે ના રમવો જોઈએ.’

સુનિલ ગાવસ્કર જણાવે છે કે, ‘બેટીંગ ખૂબ જ ખરાબ રહી હતી. છેલ્લા દિવસે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને ખાસ કરીને શોટ સિલેક્શન ખરાબ હતું. ચેતેશ્વર પૂજારા પણ ખરાબ શોટ રમ્યો હતો. તેમની પાસેથી આ પ્રકારે કરવાની આશા નહોતી. તેઓ કદાચ સ્ટ્રાઈક રેટ બાબતે વિચારી રહ્યા હતા. એક સેશનમાં જ 7-8 વિકેટ પડી ગઈ હતી. આવી રીતે તમે કેવી રીતે WTC ફાઈનલ જીતી શકો છો.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ