બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Court granted remand to one accused in Amroli triple murder case

સુરત / અમરોલી ત્રિપલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ગૃહમંત્રીએ શું આપી હતી ખાતરી ?

Dinesh

Last Updated: 07:59 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરોલી ચકચારીત ત્રિપલ મર્ડર કેસ મામલે આજે બે આરોપીમાંથી આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરાયો હતો, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • અમરોલી ચકચારીત ત્રિપલ મર્ડર કેસ મામલો 
  • બે આરોપીમાંથી એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો 
  • કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા


અમરોલી ચકચારીત ત્રિપલ મર્ડર કેસ મામલે આજે બે આરોપીમાંથી એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમરોલીની ચકચારિત મર્ડર કેસમાં આજે બે આરોપીમાંથી એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા સમગ્ર બાબતે હથિયાર ક્યાં છુપાવ્યું, અન્ય ક્યાં ગુનામાં સંડોવણી તે તપાસમાં રિમાન્ડ માગવામાં આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, આરોપીના 7 દિવસમાં ચાર્જ સીટ રજુ કરવા રાજ્યગૃહમંત્રીએ ખાતરી આપી હતી. હાલ આરોપીને પોલીસ કસ્ટડી માં રાખી પૂછપરછ કરાશે

અમરોલી ચકચારીત ત્રીપલ મર્ડર કેસ મામલો 
કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છૂટા કરી દેતાં  કારીગરે તેના મળતીયાઓને બોલાવી કારખાનાના માલિક પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારથી કારખાના માલિક અને તેમના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં માલિકના મામા વચ્ચે પડતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ત્રણેયના મોત નિપજ્યાં છે.

SITની રચના કરવામાં આવી હતી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી જેમાં SITની રચના કરવામાં આવી હતી. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસીપી હર્ષદ મહેતાએ ગઈકાલે જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ