બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus third wave coming news covid 19 cases crossed 40000 mark second day

ચિંતાજનક / શું ત્રીજી લેહર કરી રહી છે એન્ટ્રી, ફરી નવા કેસ 40 હજારને પાર, એક્ટિવ મામલામાં ફરી વધારો

Dharmishtha

Last Updated: 10:31 AM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર એક દિવસમાં 40 હજારથી વધારે નવા કેસ મળ્યા છે. શું ત્રીજી લહેર એન્ટ્રી કરી રહી છે.

  •  24 કલાકમાં 44, 658 નવા મામલા 
  • એક્ટિવ કેસની સંખ્યા 3, 44, 899 થઈ ગઈ 
  • સાજા થનારની સંખ્યામાં ઘટાડો, નવા કેસમાં વધારો

 24 કલાકમાં 44, 658 નવા મામલા 

એક વાર ફરી કોરોનાનો કેર વધતો જોવા મળી રહ્યો છે. માત્ર એક દિવસમાં 40 હજારથી વધારે નવા કેસ મળ્યા છે. ગત 24 કલાકમાં 44, 658 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 3, 44, 899 થઈ ગઈ છે. એટલું જ નહીં નવા કેસો વધતા એક્ટિવ કેસની ટકાવારી પણ 1.06 ટકા થઈ ગઈ છે. જે આ અઠવાડિયાની શરુઆતમાં 1 ટકાથી પણ ઓછી થઈ હતી. એટલું જ નહીં રિકવરી રેટમાં પણ ઘટાડો આવ્યો છે અને તે અત્યાર સુધી 97.60 ટકા થઈ ગઈ છે.

સાજા થનારની સંખ્યામાં ઘટાડો, નવા કેસમાં વધારો

કોરોનાના એક્ટિવ કેસોમાં વધારાનું કારણ એ પણ છે કે નવા મામલાની સરખામણીમાં સાજા થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. એક તરફ બે દિવસથી સતત 40ના પાર કેસ મળ્યા છે. ત્યારે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી છે. ગત એક દિવસમાં 32, 988 લોકો સાજા થયા છે. તેમાંથી પહેલા ગુરુવારે એક દિવસમાં 46 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા હતા અને એક વાર ફરીથી 44 હજાર કેસ મળતા ચિંતા વધી છે. દેશના તમામ રાજ્યોમાં સ્કૂલો, જિમ અને મોલ ખુલવાથી કેસમાં વધારાએ ચિંતા વધારી દીધી છે. તેવાાં પ્રતિબંધ ફરીથી આવી શકે છે.

61.22 કરોડ રસી દેશભરમાં લગાવાઈ ચૂકી

જો કે દેશમાં નવા કેસોની સ્પીડ ઓછી છે જેમાં મોટી ભાગી દારી કેરળની છે. એકલા કેરળમાંથી કુલ કેસોના 70 ટકા મામલા સામે આવી રહ્યા છે. કેરળમાં સતત 2 દિવસોથી 30 હજારથી નવા કેસ મળી રહ્યા છે અને તેના ચાલતા દેશભરમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે યુપી, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં હજું પણ પહેલાની સરખામણીએ ઘણી રાહત છે. આ રાજ્યોમાં હજારો નવા કેસ છે. જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં આંકડા હજારોમાં છે. ઉલ્લેખનીય  છે કે અત્યાર સુધીમાં 61.22 કરોડ રસી દેશભરમાં લગાવાઈ ચૂકી છે. તેવામાં મનાઈ રહ્યું છે કે ત્રીજી લહેર આવે પણ છે તો તે પહેલા જેટલી ઘાતક નહીં હોય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ