બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Corona took a double leap in the country in a single week

કોરોના સંક્રમણ / દેશમાં એક જ સપ્તાહમાં કોરોનાએ લગાવી ડબલ છલાંગ, નવા 3641 કેસ, ચોથી લહેરના ભણકારા

Vishal Khamar

Last Updated: 05:15 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૬૪૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસ વધીને ૨૦,૨૧૯ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યો છે.

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3641 નવા કેસ નોંધાયા
  • એક્ટિવ કેસ વધીને ૨૦,૨૧૯ થઈ તેમજ સાત લોકોએ જીવ ગુમાવ્યો
  • છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૦૦ દર્દીઓએ કોરોનાને માત આપી

દેશમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન ખતરનાક બની રહ્યું છે. મહામારીને ત્રણ વર્ષ વીતી ચૂક્યાં હોવા છતાં હજુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં સંક્રમણ જેટ સ્પીડે વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ડેટા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૬૪૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસ વધીને ૨૦ હજારને પાર એટલે કે ૨૦,૨૧૯ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે વધુ સાત સંક્રમિતોએ જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૯૨ થયો છે. 

છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૦૦ દર્દીઓએ કોરોનાને માત આપી

આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા હવે વધીને ૪ કરોડ ૪૭ લાખ ૨૬ હજાર ૨૪૬ થઈ છે. અને તેની સામે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૦૦ દર્દીઓએ કોરોનાને માત આપી છે અને આ રીતે અત્યાર સુધીમાં કુલ ૪ કરોડ ૪૧ લાખ ૭૫ હજાર ૧૩૫ સંક્રમિતો કોરોનાથી મુક્ત થયા છે. 

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના માટેના સેમ્પલ ટેસ્ટિંગનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું
દેશમાં કોરોનાથી સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ હાલ ૯૮.૭૭ ટકા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના માટેના સેમ્પલ ટેસ્ટિંગનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના માટે માત્ર ૫૯,૫૧૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોવા છતાં કોરોનાના ૩,૬૪૧ નવા કેસ નોંધાતાં હાહાકાર મચી ગયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના માટે માત્ર ૫૯,૫૧૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું

કોરોનાનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીપીઆર) ૬.૧૨ ટકા નોંધાયો
કોરોનાનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીપીઆર) ૬.૧૨ ટકા નોંધાયો છે અને વીકલી પોઝિટિવિટી રેટ ૨.૪૫ ટકા પર પહોંચ્યો છે. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે. એક્ટિવ કેસની દૃષ્ટિએ જોઈએ તો ૫,૬૩૬ એક્ટિવ કેસ સાથે કેરળ ટોચ પર છે. બીજા નંબરે ૩,૪૮૮ એક્ટિવ કેસ સાથે મહારાષ્ટ્ર આવે છે, જ્યારે ગુજરાતમાં ૨,૩૩૨, કર્ણાટકમાં ૧,૪૧૦ અને દિલ્હીમાં ૧,૩૯૫ એક્ટિવ કેસ નોંધાયા છે.

કોરોના હવે ભયજનક સ્થિતિએ પહોંચી ગયો છે
કોરોના હવે ભયજનક સ્થિતિએ પહોંચી ગયો છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાએ ડબલ છલાંગ લગાવી છે. ૨૬ માર્ચથી ૧ એપ્રિલ સુધીના સપ્તાહમાં કોરોનાના ૧૮,૪૫૦ નવા કેસ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહમાં નોંધાયેલા ૮,૭૮૧ કેસની તુલનાએ ૨.૧ ગણા વધુ છે. આથી નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં હવે કોરોનાની ચોથી લહેરના ભણકારા સંભળાઈ રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ