બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / corona lockdown pib fact check

PIB FACT CHECK / સાચું કે ખોટું ! લોકોના ફોનમાં આવવા લાગ્યાં મે મહિનાથી લોકડાઉન લાગવાના મેસેજ, સરકારે જાહેર કરી સચ્ચાઈ

Hiralal

Last Updated: 09:51 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં મે મહિનાથી લોકડાઉન લાગશે તેવો મેસેજ ફેલાતાં સરકાર દ્વારા ફેક્ટ ચેક કરાયું હતું જેમાં તે મેસેજ ખોટો નીકળ્યો હતો.

  • સોશિયલ મીડિયામાં સાચાં કરતાં ખોટાનું જોર
  • કોરોના કેસ વધતાં હવે ફેલાઈ લોકડાઉનની અફવા
  • વાયરલ મેસેજ પર સરકારે કરી સ્પસ્ટતાં
  • ફેક છે લોકડાઉનનો ફેલાયેલો મેસેજ 

દેશમાં ફરી વાર કોરોના કેસ વધી રહ્યાં છે અને કોરોના વધવાની સાથે અફવા પણ ફેલાવા લાગી છે કે ભારતમાં લોકડાઉન લાગી શકે છે. 
સોશિયલ મીડિયા પર લોકડાઉનની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. યુટ્યુબ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતમાં મે મહિનામાં લોકડાઉન લાદવામાં આવશે. એટલું જ નહીં વીડિયોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મે મહિનામાં કોરોનાના કેસ પીક પર પહોંચશે, તે સમયે દેશભરમાં દરરોજ 50 હજાર નવા કેસ આવશે.

યુટ્યુબ પર વાયરલ થયો લોકડાઉનનો મેસેજ 
ખરેખર, ડેઇલી ટ્રેન્ડિંગ ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે મે મહિનામાં ભારતમાં લોકડાઉન રહેશે. જો કે હજુ સુધી સરકાર તરફથી આવી કોઇ જાણકારી આપવામાં આવી નથી. આથી, વીડિયોમાં કરવામાં આવેલા દાવાએ લોકોને મૂંઝવણમાં મૂકી દીધા હતા. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારની એજન્સી પીઆઈબી ફેક્ટ ચેકે વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહેલા દાવાની તપાસ શરૂ કરી હતી.

પીઆઈબી દ્વારા કરાયું ફેક્ટ ચેક 
પીઆઇબી ફેક્ટ ચેકને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે ડેઇલી ટ્રેન્ડિંગ ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ફેક છે. નવાઈની વાત એ છે કે આ ચેનલમાં યુટ્યુબ વેરિફિકેશન બેજ પણ છે અને આ યુટ્યુબ ચેનલના 26 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ પણ છે. પીઆઈબી ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે કે તેઓ આવા ફેક ન્યૂઝથી ચેતજો અને તેને કોઈની સાથે શેર ન કરે.

દેશભરમાં કોરોનાનો ઉપાડો
દેશભરમાં ફરી એકવાર વધી રહેલા કોરોના વાયરસના કેસોએ સામાન્ય લોકોની સાથે સાથે સરકારનું પણ ટેન્શન વધારી દીધું છે. મંગળવારે દેશભરમાં કોરોના વાયરસના 10542 નવા કેસ નોંધાયા હતા. નવા કેસ આવ્યા બાદ દેશભરમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 63,562 થઈ ગઈ છે. આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસથી દરરોજ કોરોનાના 10,000ની આસપાસ કેસ આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ