બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / સુરત / cooperation societies amit shah bajipura tapi gujarat

તાપી / સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં અમિત શાહની અપીલ, 'ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી જાણે છે, તેને જમીન પર પણ ઉતારે'

Hiren

Last Updated: 01:54 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સહકારીતા મંત્રાલય દ્વારા આજે દેશનો પ્રથમ “સહકારથી સમૃદ્ધિ”નો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાયો હતો.

  • તાપીમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનુ આયોજન
  • સહકારી મંત્રલાયની રચના બાદ દેશનો પ્રથમ સહકાર સમૃદ્ધિ કાર્યક્રમ
  • અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત 

તાપીના બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના રહ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો હાજર રહ્યા હતા.

અમિત શાહે કહ્યું કે, આજે ઐતિહાસિક સંમેલન યોજાય રહ્યુ છે. સંમેલનની સફળતા ગુજરાતમાં સહકારીત કેટલી મજબૂત છે તે દર્શાવે છે. આઝાદીના અમૃત મહોત્સવ નું વર્ષ છે. દેશ ક્યાં હશે તેના સંકલ્પનું આ વર્ષ છે. દરેક નાગરિક કે ઉદ્યોગો માટે સંકલ્પ લેવાનું વર્ષ છે. આપણે સહકારી આંદોલનને મજબૂત કરવાનો સંકલ્પ કરવાનો છે. 

દેશના ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છેઃ અમિત શાહ
200થી લીટરથી 20 લાખ લીટર સુધી સુમુલ પહોંચ્યુ છે. આ બધુ મારી આદીવાસી બહેનાના સહકારથી થયુ છે. 2.5 લાખ પશુપાલકોના ખાતામાં પૈસા જમા થાય તે ચમત્કાર સહકાર ક્ષેત્રનો છે. 5 વર્ષમાં 25 લાખ લીટર દુધ સુધી પહોંચવાનો સુમુલનો લક્ષ્યાંક છે. દેશના ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે. 

નરેન્દ્રભાઈએ સહકાર મંત્રાલયની સ્થાપના કરીઃ અમિત શાહ
પહેલા સહકારી મંડળીઓ પ્રત્યે ઓરમાયું વર્તન થતું હતું. નરેન્દ્રભાઇએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી. મોદીજીએ સહકાર મંત્રાલય બનાવી અલગ ઓળખ આપી છે. અમુલની બ્રાન્ડ 53 હજાર કરોડનું ટર્ન ઓવર કરે છે. 

આપણા રાજ્યમાં માત્ર સરકારી મીલો જ ચાલે છેઃ અમિત શાહ
સરકારે આજ સુધી પ્રાઇવેટ ખાંડ મીલોને સરકારે મંજૂરી નથી આપી. આપણા રાજ્યમાં માત્ર સરકારી મીલો જ ચાલે છે. ખાંડ મિલોના ઇન્કમટેક્સના પ્રશ્નો મોદીજીએ 2.5 મિનિટમાં સોલ્વ કરી આપ્યો છે. આગામી દિવસોમાં સહકારી સોસાયટીઓને કોમ્પ્યુટર્સ અને સોફ્ટવેર અપાશે. 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્યાંકમાં સહકારી ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન હશે. સહકારી ક્ષેત્ર મજબૂત થશે તો દેશનો ખેડૂત-પશુપાલક સમૃદ્ધ થશે. સુમુલના કુપોષણ સામે લડાઇ માટે અભિનંદન આપુ છું. 11 જિલ્લામાં આંગણવાડીઓમાં પોષણયુક્ત ખોરાક આપવાનું અભિયાન સહકારીક્ષેત્રનું સૌથી મોટું ઉદાહરણ છે.

પ્રાકૃતિક ખેતી આપના સૌનું લક્ષ્ય છેઃ અમિત શાહ
પ્રાકૃતિક ખેતી માટે અભિયાન શરૂ કર્યું છે. પ્રાકૃતીક ખેતી માટે સહાય પણ આપવાનુ શરુ કર્યુ છે. લોકોના સ્વાસ્થ્ય પણ સુધરશે અને જમીન પણ સુરક્ષિત રહેશે. પ્રાકૃતિક ખેતી આપના સૌનું લક્ષ્ય છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને સારા ભાવ મળે તેવું આયોજન થઈ રહ્યું છે. 1 વર્ષથી ઓછા સમયમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનો સારો ભાવ મળે તેવું માળખું ઉભું કરીશું. ગુજરાતના ખેડૂતો પ્રાકૃતીક ખેતીને જાણે અને તેને જમીન પર ઉતારે તેવી અપીલ છે. જમીન સુધાર સાથે લોકોનું આરોગ્ય સુધરે તેની જવાબદારી આપણી અને ખેડૂતોની છે. વ્યક્તિ ગમે ત્યાં હોય પણ ઇરાદા મજબૂત હોય તો તેને કોઈ રોકી શકતું નથી.

ઉલ્લેખનીય છે કે, આ સહકાર સંમેલન સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુમુલ ડેરીએ બનાવેલા સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. આ ઉપરાંત નવી પારડીમાં બટર કોલ્ડ સ્ટોરેજ અને પાવડર વેરહાઉસનો પણ અમિત શાહ શિલાન્યાસ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ