બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming these 5 power foods in winter will improve your health

હેલ્થ / ઘી, ગોળ, બાજરી અને...: કડકડતી ઠંડીમાં ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરી દેશે આ 5 સુપરફૂડ

Pooja Khunti

Last Updated: 08:12 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Winter Tips: વધુ પડતી ઠંડીનાં કારણે રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. શિયાળામાં આ 5 પાવર ફૂડ્સનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

  • ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો
  • મખાનામાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે
  • તલ તાસીરમાં ગરમ હોય છે

હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વધુ પડતી ઠંડીનાં કારણે રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. જેના કારણે લોકોને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ થઈ જાય છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મોસમી બિમારીઓથી બચવા માટે આ 5 પાવર ફૂડ્સનું સેવન કરો. 

બાજરા 
શિયાળાની ઋતુમાં ઘઉંની રોટલીની જગ્યાએ બાજરાનાં રોટલાનું સેવન કરવું જોઈએ. બાજરાની અંદર ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ અને ફાયબર હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત બને છે પરતું સાથે-સાથે હાડકાં પણ મજબૂત બને છે. બાજરાનાં સેવનથી સાંધાનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. 

ગોળ અને ઘી 
શિયાળાની ઋતુમાં તમારે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ. ગોળ અને ઘીનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે શરદી-ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ઘીની અંદર કેલરીનું પ્રમાણ વધુ હોય છે. જે ઉર્જાનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે. ગોળમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જે ઉર્જા પ્રદાન કરે છે. 

વાંચવા જેવું: ગુણોનો ખજાનો! ડાયાબિટીઝથી લઈને હાર્ટની બીમારીઓને રાખે દૂર, વજન ઘટાડે: ખૂબ જ ફાયદાકારક છે શિયાળામાં મળતું આ ફળ

કુલ્થી
કુલ્થીની દાળ તાસીરમાં ગરમ હોય છે. તેના સેવનથી શરીર ગરમ રહે છે. કુલ્થીનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરદી-ઉધરસ જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે. 

મખાના 
શિયાળામાં વજન વધી જાય છે. મખાનામાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તેના સેવનથી વજન નિયંત્રણમાં રહે છે. મખાનામાં એન્ટીબેક્ટેરિયલ, કેલ્શિયમ અને પ્રોટીન જેવા ગુણ હોય છે. જે શરીરનું કેટલીક સમસ્યાઓથી રક્ષણ કરે છે.

 

સફેદ તલ 
શિયાળામાં સફેદ તલનું સેવન જરૂર કરવું જોઈએ. તલ તાસીરમાં ગરમ હોય છે. તેના સેવનથી શરીર ગરમ રહે છે. સફેદ તલ ઉર્જાનું ઉત્તમ સ્ત્રોત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ