બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Congress Working Committee CWC may undergo major changes

રાજનીતિ / નવા અધ્યક્ષ મળી ગયા, CWCનો વારો! કોંગ્રેસમાં જુઓ કયા દિગ્ગજ ચહેરાઓનું થઈ શકે છે પ્રમોશન, કોના કપાશે પત્તાં

Priyakant

Last Updated: 12:28 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Congress Working Committee News: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીને લઈ મોટા સમાચાર, CWCમાં ટુંક સમયમાં જ થઈ શકે છે મોટો ફેરફાર, અનેક દિગ્ગજોના કપાશે પત્તા

  • લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીને લઈ મોટા સમાચાર 
  • કોંગ્રેસ વર્કિંગ કમિટી CWCમાં મોટો ફેરફાર થઈ શકે
  • અનેક નેતાઓનું પત્તું કપાશે, ગાંધી પરિવારના સભ્યો CWCમાં રહેશે 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે છે, CWCમાં  મોટો ફેરફાર થઈ શકે છે. 25 સ્થાયી સભ્યો ઉપરાંત વર્તમાન CWCમાં કેટલાક વિશેષ આમંત્રિતો અને મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ જેવી આગળની સંસ્થાઓના વડાઓ પણ સામેલ છે. 

આ વર્ષે ફેબ્રુઆરીમાં રાયપુરમાં યોજાયેલા કૉંગ્રેસના પૂર્ણ સત્ર દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને CWC સભ્યોને ચૂંટવાને બદલે નોમિનેટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે તેની કાર્યકારી સમિતિમાં SC, ST, OBC, મહિલાઓ, યુવાનો અને લઘુમતીઓને 50 ટકા અનામત આપવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો હતો. પાર્ટીએ CWC સભ્યોની સંખ્યા પણ 25 થી વધારીને 35 કરી હતી. 

File Photo

શું CWCમાં નવા દિગ્ગજોનો પ્રવેશ થશે?
ઘણા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નવો ઓક્સિજન ભરવા માટે નવી પ્રતિભાઓને લાવવી જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, CWCમાં પ્રવેશ માટે રમેશ ચેન્નીથલા, રાજ્યસભા સાંસદ રંજીત રંજન, પૂર્વ દલિત કોંગ્રેસ પ્રમુખ નીતિન રાઉત, કર્ણાટકના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબોધકાંત સહાયના નામ પર ચર્ચા થઈ રહી છે.

File Photo

સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિટીમાં એવા લોકોને લાવવા પર ઘણી ચર્ચા ચાલી રહી છે, જેમની પાસે ચૂંટણી લડવાનો વ્યવહારુ અનુભવ છે. કોંગ્રેસનું માનવું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સાથી પક્ષો સાથે વધુ સારા સંકલન માટે અને ભાજપને ટક્કર આપવા માટે જમીની વાસ્તવિકતાને સમજનારા લોકોની જરૂર પડશે.

આ લોકોનું કપાઈ શકે છે પત્તું ? 
સૂત્રોએ જણાવ્યું હતું કે, જનરલ સેક્રેટરી અવિનાશ પાંડે, પંજાબના પ્રભારી હરીશ ચૌધરી, મહારાષ્ટ્રના પ્રભારી એચ.કે. પાટીલ, બિહારના પ્રભારી ભક્ત ચરણ દાસ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીને બદલી શકાય છે. આ સિવાય કેએચ મુનિયપ્પા, રઘુ શર્મા અને દિનેશ ગુંડો રાવને પણ બદલી શકાય છે. વાસ્તવમાં કોંગ્રેસનું માનવું છે કે, આ નેતાઓ પોતપોતાના રાજ્યોમાં તેમની કુશળતાનો ઉપયોગ કરી શકે છે જેથી કરીને સામાન્ય ચૂંટણી પહેલા પાર્ટીને તેનો ફાયદો મળી શકે. 

ગાંધી પરિવારના સભ્યો CWCમાં રહેશે ? 
પક્ષના સંશોધિત બંધારણ મુજબ કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં હવે ભૂતપૂર્વ વડાપ્રધાનો અને પક્ષના ભૂતપૂર્વ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના વડાઓનો સમાવેશ થશે. મતલબ કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ નવા CWCનો ભાગ હશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ CWCમાં ચાલુ રહે તેવી શક્યતા છે. કારણ કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણી સુધી પાર્ટી માટે વ્યાપક પ્રચાર કરશે તેવી અપેક્ષા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ