બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / Politics / Congress now with the help of I.N.D.I.A. alliance, JDU made this demand spoiling the game as a result of three states.

રાજનીતિ / કોંગ્રેસ હવે I.N.D.I.A.ગઠબંધનના સહારે, એકસાથે ત્રણ-ત્રણ રાજ્યોના પરિણામે ખેલ બગાડતા JDUએ કરી આ માંગ

Priyakant

Last Updated: 02:18 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષના ગઠબંધન INDIAના તમામ 28 દળોની મીટિંગ બોલાવી તો આ તરફ હવે JDU નેતાએ ટ્વિટ કરીને કહ્યું કે, I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે

  • મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ 
  • રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભગવો લહેરાઈ શકે 
  • તેલંગાણામાં કોંગ્રેસને જીત મળી શકે,  INDIAના તમામ 28 દળોની મીટિંગ બોલાવી 
  • JDU નેતાએ ટ્વિટ કરીને કહ્યું કે, I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે

Assembly Elections 2023 : મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ જેવા છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભગવો લહેરાઈ શકે અને બાકી તેલંગાણામાં કોંગ્રેસને જીત મળી શકે છે. આ સંભવિત પરિણામએ લઈ કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષના ગઠબંધન INDIAના તમામ 28 દળોની મીટિંગ બોલાવી છે. આ તરફ હવે JDU નેતાએ ટ્વિટ કરીને કહ્યું કે, I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે. 

વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વિપક્ષી ગઠબંધનમાં ખળભળાટ શરૂ થયો છે. આ દરમિયાન JDU નેતા નિખિલ મંડલે ટ્વીટ કર્યું કે હવે I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે. કોંગ્રેસ 5 રાજ્યોમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે INDIA ગઠબંધન પર ધ્યાન આપી શકી ન હતી. હવે કોંગ્રેસે પણ ચૂંટણી લડી લીધી છે અને પરિણામ પણ આવી ગયા છે. આ તરફ INDIAની ચોથી બેઠક 6 ડિસેમ્બરનાં દિલ્હીમાં થવા જઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષનાં તમામ 28 દળોની મીટિંગ બોલાવી છે. પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ વિપક્ષી દળોની પહેલી બેઠક થશે. આ બેઠકમાં પરિણામોને લઈને મંથન કરવામાં આવશે.

INDIA ગઠબંધનની બેઠક
મલ્લિકાર્જુન ખરગેએ ચૂંટણી વિધાનસભાનાં પરિણામો બાદ 6 ડિસેમ્બરનાં રોજ INDIA એલાયન્સની બેઠક બોલાવી છે. આ પહેલા પણ ખરગેએ સ્પષ્ટ કરી દીધું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જ મીટિંગ બોલાવવામાં આવશે. તેમાં સીટોની વહેંચણીથી લઈને ગઠબંધનનાં સંયોજકનાં નામ સહિત તમામ મહત્વનાં મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પહેલાં 3 બેઠક થઈ છે
I.N.D.I.A એલાયન્સની પહેલી બેઠક 23 જૂનનાં રોજ પટના ખાતે કરવામાં આવી હતી. જ્યારે વિપક્ષી એકતાની બીજી બેઠક 17-18 જૂલાઈનાં બેંગલૂરુમાં થઈ હતી. આ સમયે ભાજપ સામે લડવા માટે વિપક્ષનાં 26 દળો એકસાથે આવ્યાં હતાં. એલાયન્સની ત્રીજી બેઠક 31 ઑગસ્ટથી-1 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં થઈ હતી જેમાં 5 કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું હતું.

I.N.D.I.Aની પ્રચાર સમિતિના 21 સભ્યો નામ
I.N.D.I.A ગઠબંધનની પ્રચાર સમિતિના 21 સભ્યોના નામ છે- ગુરદીપ સિંહ સપ્પલ (કોંગ્રેસ), સંજય ઝા જેડી (યુ), અનિલ દેસાઈ (એસએસ), સંજય યાદવ (આરજેડી), પીસી ચાકો (એનસીપી), ચંપાઈ સોરેન (જેએમએમ) ), કિરણમોય નંદા (SP), સંજય સિંહ (AAP), અરુણ કુમાર (CPI-M), બિનોય વિશ્વમ (CPI), નિવૃત્ત જસ્ટિસ હસનૈન મસૂદી (NC), શાહિદ સિદ્દીકી (RLD), NK પ્રેમચંદ્રન, (RSP), જી. દેવરાજન (AIFB), રવિ રાય (CPI-ML), થિરુમાવલન (VCK), કેએમ કાદર મોઈદીન (IUML), જોસ કે મણિ (KC-M), તિરુચી સિવા (DMK), મહેબૂબ બેગ (PDP) અને TMC (નામ નક્કી નથી

લોકસભાની ચૂંટણીથી સત્તાની સેમીફાઈનલમાં જે રીતે મોદીની ગેરેન્ટીએ કામ કરવાનું શરૂ કર્યું છે તે પાર્ટી માટે ખૂબ જ પ્રોત્સાહક છે. પાર્ટીએ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાનો ઝંડો ફરકાવ્યો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો વિજય થયો છે. પાર્ટીએ સીએમ ફેસ જાહેર ન કર્યો હોવાથી હવે પાર્ટીમાં સીએમ ફેસ પર મંથન શરૂ થશે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળ્યા બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી લોકોનો આભાર માન્યો હતો. પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ જનતાની ભાજપમાં વિશ્વાસની જીત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ