બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Congress MLA C J Chavda resigns from the post

BIG NEWS / ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો: હવે આ ધારાસભ્યએ રાજીનામું આપતા હડકંપ, કરશે કેસરીયા

Dinesh

Last Updated: 12:04 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Congress News: ઉત્તર ગુજરાતના મોટા નેતા ગણાતા વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે

  • લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો
  • કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડા આપ્યુ રાજીનામુ
  • કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા


એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા લોકસંપર્ક અને પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના કાંગરા એક બાદ એક ખરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત્ છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ આજે સવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. હવે સી. જે. ચાવડા ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય તેવી ચર્ચા ગાંધીનગરમાં ચાલી રહી છે. ઉત્તર ગુજરાતના મોટા નેતા ગણાતા વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. જો કે કોંગ્રેસની મુશ્કેલી હજી અટકી નથી રહી. કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને માત્ર 15 ધારાસભ્યોનું થઈ ગયું છે.

હજી પણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા વર્તાઈ રહી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે સંપર્કમાં છે. તો અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ધારાસભ્યો પણ રાજીનામુ આપીને ભાજપમાં જોડાવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. 

વાંચવા જેવું: 24 જાન્યુઆરીએ વિધાનસભાની સંપૂર્ણ કામગીરી બાલિકાઓ સંભાળશે, શંકરસિંહે કર્યું એલાન, ખાસ દિવસની ઉજવણી

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ચૂક્યા છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસના હજી વધુ ધારાસભ્યોના રાજીનામા પડવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ