બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Congress leader Rahul Gandhi slams govt over hike in price of domestic LPG cylinder

રાજનીતિ / LPG સિલિન્ડરના ભાવવધારા પર રાહુલનું મોટું નિવેદન, લાખો ભારતીયોના સમર્થનમાં ટ્વિટ કરીને જુઓ શું બોલ્યાં

Hiralal

Last Updated: 05:07 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG સિલિન્ડરના નવા ભાવવધારા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આકરા ચાબખા
  • લાખો લોકો અત્યંત આકરી મોંઘવારી વેઠી રહ્યાં છે
  • લાખો ભારતીય પરિવારો મોંઘવારી સામે મુશ્કેલ લડત લડી રહ્યાં છે
  • શનિવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે 50 રુપિયાનો વધારો 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એલપીજી સિલિન્ડરના ભાવ વધારા મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે લાખો ભારતીયો અતિ મોંઘવારી, બેરોજગારી અને કુશાસનની સામે લડાઈ લડી રહ્યાં છે. 

રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે યુપીએ સરકાર વખતે એલપીજી સિલિન્ડરની કિંમત 414 રુપિયા હતા,તે વખતે સરકાર 827 રુપિયાની સબસિડી આપતી હતી. આ સરકારે સબસિડી ખતમ કરી નાખી છે. કોમન મેનનું રક્ષણ કરવા માટે કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલી તમામ સેફ્ટી નેટ મોદી સરકારે હટાવી દીધી છે. આજે લાખો ભારતીયો અતિ મોંઘાવીર, બેરોજગારી અને કુશાસનની સામે લડી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટી આવું કદી પણ થવા નહીં દેય. અમે હમેંશા જરુરિયાતમંદ પરિવારોને ટેકો આપ્યો છે. 

દરેક પરિવાર પર હુમલો-કોંગ્રેસ
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે એલપીજી સિલિન્ડરનો વધારો દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેણે ખાતરી રાખી હતી કે મોંઘવારીનો બોજો સામાન્ય જનતા પર ન પડે. 2012-13માં એલપીજી પરનું સબસિડી બીલ 39,558 કરોડ રુપિયા હતું. 2013-14માં એલપીજી સબસિડીનું બીલ યુપીએ સરકારને 46, 458 કરોડ આવ્યું હતું. 
સામાન્ય જનતાને આજે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો
જણાવી દઈએ કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી, દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે.

એલપીજીનો વપરાશ ઘટ્યો
પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, એપ્રિલમાં  LPG નો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 2.2 મિલિયન ટન થયો છે, જે એપ્રિલ 2021ની સરખામણીમાં 5.1 ટકાનો વધારો છે. માર્ચ પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબરે ઘરેલુ એલપીજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો 
નોંધનીય છે કે 1 મેના રોજ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1 મેથી 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ