બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Congress leader Kapil Sibal, big statement about Shankarsinh Vaghela

અમદાવાદ / અમદાવાદ આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલનું શંકરસિંહ વાઘેલાને લઈને આવ્યું મોટું નિવેદન

Kiran

Last Updated: 05:42 PM, 2 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમની મુલાકાત લીધી તે દરમિયાન તેમણે કહ્યું કે રાજનેતાઓમાં ગાંધી મૂલ્ય રહ્યાં નથી

  • કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અમદાવાદમાં
  • સાબરમતી આશ્રમની લીધી મુલાકાત
  • રાજનેતાઓમાં ગાંધી મૂલ્ય રહ્યાં નથી

આજે ગાંધી જયંતી નિમિતે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે સિબ્બલે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધી જયંતિ નીમિતે ગાંધીજીની પ્રતિમાના પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા તેમજ ગાંધી આશ્રમમાં બાળકોને મળ્યા હતા. 



 

શંકરસિંહ વાઘેલાનો નિર્ણય કોંગ્રેસ કરશે

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની નિમણૂંકને લઇ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા નક્કી કરવાનું કામ હાઇકમાન્ડનું છે અને દિલ્હીથી તે નક્કી થશે સાથે જ શંકરસિંહ વાઘેલાને લઇને પણ તેઓએ કહ્યું કે નિર્ણય શંકરસિંહ વાઘેલા અંગેનો નિર્ણય હાઇકમાન્ડ કરશે અમે તો વર્કર છીએ. 

પેટ્રોલ ડીઝલ મુદ્દે કપિલ સિબ્બલ બોલ્યા 

કપિલ સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે હાલ વિપક્ષ મજબૂત નથી, વિપક્ષ મજબૂત હોવું જરૂરી છે માટે તમામે સાથે આવવું પડશે, મહત્વનું છે કે અમદાવાદની મુલાકાતે આવેલા કપિલ સિબ્બલે દેશ અને રાજ્યમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ઈંધણમાં વધતા ભાવને લઇ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ડીઝલમાં 2 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને પેટ્રોલમાં 90 હજાર કરોડ કમાયા છે.

કોંગ્રેસને લઈને કપિલ સિબ્બલનું મોટું નિવેદન

કપિલ સિબ્બલે કોંગ્રેસ તૂટવા મુદ્દે પણ કહ્યું કે કોંગ્રેસ તૂટે છે તેમાં મારું કોઈ યોગદાન નથી, ક્યાં કારણથી તૂટે છે કોંગ્રેસ, ક્યાં કારણથી લોકો કોંગ્રેસ છોડે છે તે સવાલ અન્યને પૂછો, હું કોંગ્રેસનો સિનિયર છું કોંગ્રેસમાં જે નિર્ણય થાય છે તેની જાણકારી મને નથી હોતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઘણા પ્રશ્નો અમારી સામે છે, દેશ સામે સૌથી મોટો સવાલ પેગાસસ છે. ભાજપના મંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું કે દેશમાં પેગસસથી જાસૂસી થાય છે. અંતે સિબ્બલે દેશ અને રાજ્યમાં કોંગ્રેસ અને વિપક્ષે મજબૂત થવાની જરૂર છે તેવું જણાવ્યું હતું 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ