બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / congress leader dheeraj sahoo first reaction after it raid 351 crore cash recovered

BIG NEWS / 'જે રોકડ જપ્ત કરાઇ, તે મારી પેઢીના છે, હું દરેક ચીજનો હિસાબ આપીશ', 351 કરોડની જપ્તી વચ્ચે કોંગ્રેસ MP ધીરજ સાહુનું મોટું નિવેદન

Arohi

Last Updated: 10:24 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Congress Leader Dheeraj Sahoo: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વ્યાપારી ધીરજ સાહૂએ આવકવેરાની છાપેમારી બાદ પહેલી વખત મીડિયામાં નિવેદન આપ્યું છે. સાહૂના ઠેકાણાઓથી આઈટીને 350 કરોડથી વધારે કેશ જપ્ત કરી હતી.

  • આઈટી રેડ બાદ પહેલી વખત ધીરજ સાહૂએ આપ્યું નિવેદન
  • 352 કરોડ જપ્ત થયા બાદ ધીરજ સાહૂનું નિવેદન 
  • બિઝનેસ મારા પરિવારનો છે, કેશ સાથે મારે લેવાદેવા નથી...

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને બિઝનેસમેન ધીરજ સાહૂએ આવકવેરા વિભાગની છાપેમારી બાદ પહેલી વખત મીડિયામાં નિવેદન આવ્યું છે. સાહૂના ઠેકાણાઓથી આઈટીએ 350 કરોડથી વધારે કેશ જપ્ત કરી હતી. તેના પર તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે છાપેમારીમાં જે કેશ મળી આવી હતી તે મારી દારૂની કંપનીઓનું છે. દારૂનો વ્યાપાર કેશમાં જ થાય છે અને તેનો કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. 

ધીરજ સાહૂએ કહ્યું કે મેં ઝારખંડમાં ઘણા વિકાસ કાર્યો કર્યા છે અને હંમેશા ગરીબોની મદદ કરી છે. જે કેશ મળી છે તે મારી પાક્કી રકમ છે. મારો પરિવાર દાયકાઓથી દારૂના બિઝનેસમાં છે. દારૂના વ્યાપારનો સોદો કેશમાં થાય છે. બિઝનેસ મારા પરિવારના લોકો ચલાવતા હતા. આઈટીની રેડમાં જે કેશ મળી છે તે કોઈ રાજનૈતિક પક્ષની નથી. મારા બિઝનેસ ફર્મ માટે રોકડ રાખવામાં આવી હતી. 

પૈસા મારા પરિવારના કંપનીઓના
સાહૂએ કહ્યું કે હું પહેલા પણ કહી ચુક્યો છું કે પૈસા મારા પરિવારની કંપનીઓના છે. આવકવેરા વિભાગને એ નક્કી કરવા દો કે આ કાળુ ધન છે કે સફેદ ધન. હું બિઝનેસ લાઈનમાં નથી. મારા પરિવારના સદસ્ય તેનો જવાબ આપશે. મને નથી ખબર કે લોકો તેને કેવી રીતે જોઈ રહ્યા છે. પરંતુ હું આ વિશ્વાસની સાથે કહી શકું છું કે આ પૈસાનું કોંગ્રેસ કે કોઈ અન્ય રાજનૈતિક પાર્ટી સાથે કોઈ લેવા-દેવા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ