બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Congress leader Amit Chavda's statement in the House of Assembly

નિવેદન / 'ડ્રગ્સ માટે અદાણી પોર્ટ લેન્ડિંગ બન્યું, ગામે ગામ દેશી દારૂની ભઠ્ઠી' કોંગ્રેસે કહ્યું ઉડતા ગુજરાત

Vishal Khamar

Last Updated: 08:35 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નશાખોરી તેમજ ડ્રગ્સનાં વધતા જતા ચલણને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વિદેશી દારૂ, નશાકારક પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.

  • વિધાનસભાના  ગૃહમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન 
  • ગુજરાતમાં નશાખોરી અને ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે
  • વિદેશી દારુ, નશાકારક પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થયું રહ્યું છે

 હાલ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,  વિદેશી દારૂ, નશાકારણ પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સરકાર વાજવાને બદલે ગાજે છે. રાજ્યના ગૃહમંત્રી છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ પકડાયું તેવા શબ્દોથી સમજાવી રહ્યા છે. 

રાજ્યનાં ગામે ગામ દેશી દારૂની ભઠ્ઠી
ડ્રગ્સ માટે અદાણી પોર્ટ લેન્ડિંગ બન્યું હોય તેવા આંકડા સામે આવ્યા છે.  છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 1 કરોડ 66 લાખ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. 23 લાખ લીટર દેશી દારૂ અને 12 લાખ બિયરની બોટલ ઝડપાય છે. ગુજરાત બહારથી સરહદ મારફતે દારૂ પ્રવેશ થઈ રહ્યો છે. રાજ્યનાં ગામે ગામ દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે. 

વધુ વાંચોઃ સરકારી નોકરીની તૈયારીમાં લાગી જજો, વર્ષ 2024માં આટલી જગ્યાઓ પર થશે ભરતી, વિધાનસભામાં એલાન

ઉડતા ગુજરાત બનવા તરફ સરકારની નીતિને કારણે ગુજરાત આગળ વધી રહ્યું છે
રાજ્યમાં યુવાનો બેરોજગાર બન્યા છે. તેથી નશાનું પદાર્થ વધ્યું છે. સરકારની હપ્તાખોરીની નીતિ પોલીસ સ્ટેશનથી સીએમ ઓફીસ સુધીનું નિર્માણ. સરકારની હપ્તાખોરીને લઈ દૂષણ વધવાથી ગુજરાતની યુવા પેઢી બર્બાદ થઈ રહી છે. ઉડતા ગુજરાત બનવા તરફ સરકારની નીતિને કારણે ગુજરાત આગળ વધી રહ્યું છે.  ગુજરાતમાં દારૂ કઈ રીતે પ્રવેશ થાયે છે તે બાબતે સરકારે ધ્યાન આપવું જોઈએ.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ