બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Congress busy fundraising campaign ahead of elections

કોંગ્રેસને મંદી / ચૂંટણી જ નહીં, ક્રાઉડ ફંડિંગમાં પણ કોંગ્રેસને નુકસાન, જાણો કેટલાં કરોડ કર્યા એકત્ર, કાર્યકર્તાઓને આપ્યો આદેશ

Kishor

Last Updated: 04:24 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ભંડોળ એકઠુ કરવાના અભિયાનમાં લાગી છે. જેમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ પ્રચારમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં માત્ર 11 કરોડ રૂપિયા જ મળ્યા છે

  • ચૂંટણી અગાઉ ભંડોળ એકઠુ કરવાના અભિયાન વ્યસ્ત કોંગ્રેસ
  • અત્યાર સુધીમાં માત્ર 11 કરોડ રૂપિયા જ મળ્યા
  • હાઈકમાન્ડે પણ નારાજી વ્યક્ત કરી

લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણી પહેલા ભંડોળ એકઠુ કરવાના અભિયાનમાં જોરશોરથી લાગી ગઈ છે. પણ કોંગ્રેસ જે અપેક્ષા રાખે છે તે મુજબ તેને ફંડ મળી રહ્યું ન હોવાનું દેખાઈ રહ્યું છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ પ્રચારમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં માત્ર 11 કરોડ રૂપિયા જ મળ્યા છે. સુત્રો અનુસાર ફંડિંગ અભિયાન મુજબમાં આવેલી આ મંદીથી કોંગ્રેસ નારાજ છે. ઓછુ ફંડ મળ્યું હોવાના કારણે હાઈકમાન્ડે પણ નારાજી વ્યક્ત કરી છે.  આટલુ જ નહીં પણ નેતાઓને કોશિશ વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.

Image

ન્યાય યાત્રા માટે અલગથી ભંડોળ એકઠું કરવાનો નિર્ણય

સુત્રોના જણાવ્યા મુજબ પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ટોચના કોંગ્રેસઓએ કહ્યું કે 2 અઠવાડિયામાં 11 કરોડ રૂપિયાની કમાણી ઉત્સાહજનક નથી. કાર્યકર્તાઓએ પૈસા ભેગા કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. સુત્રો અનુસાર વાત કરવામાં આવે તો AICC કોષાધ્યક્ષ અજય માકનને પ્રયાસમાં તેજી લાવવા માટે અને અભિયાનને વધુ તેજ બનાવવા માટે રાજ્યોનો પ્રવાસ કરીને અને રાજ્યોના એકમો સાથે વાત કરીને વધુ ભંડોળ એકત્ર કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કહ્યું કે પાર્ટી નેતૃત્વએ 14 જાન્યુઆરીથી શરૂ થનાર ભારત જોડો ન્યાય યાત્રા માટે અલગથી ભંડોળ એકઠું કરવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા સંસાધન એકત્ર કરવા માટે 18 ડિસેમ્બરે ક્રાઉડફંડિગ અભિયાન ડોનેટ ફોર દેશ શરૂ કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 1.38 લાખ રૂપિયાનું દાન આપીને પાર્ટીના ઓનલાઈન ક્રાઉડફંડિંગની શરૂઆત કરી હતી. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કોંગ્રેસ પહેલીવાર દેશ માટે લોકો પાસેથી દાન માંગી રહી છે.

બેઠકમાં 255 બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવાની સૂચના
હાલમાં જ CLP નેતાઓ, રાજ્ય મહાસચિવો, પ્રભારીઓ અને રાજ્ય એકમોના પ્રમુખની બેઠકમાં 3 કલાકથી વધુ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન 255 બેઠકો પર પૂરી તાકાત સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું. તમામને જણાવ્યું કે આ તમામ બેઠકો જીતવાને યોગ્ય છે. પાર્ટી લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી શકે છે.. પાર્ટીના આ અભ્યાસના ભાગરૂપે દરેક  રાજ્ય માટે સ્ક્રીનીંગ કમિટીઓ પણ બનાવવામાં આવશે.

આ યાત્રા સાથે જોડાવા માંગો છો? - રાહુલ
ખડગેએ બેઠકમાં કહ્યું કે ભારત જોડો યાત્રા દ્વારા મળેલા ફાયદાને મણિપુરથી મુંબઈ સુધી બીજી યાત્રાના માધ્યમથી વધુ એકીકૃત કરવા જોઈએ. જેને ભારત જોડો ન્યાય યાત્રા નામ આપવું જોઈએ. આ ત્યારે થયું જ્યારે રાહુલ ગાંધીએ બેઠકમાં પાર્ટીના નેતાઓનો અભિપ્રાય માંગ્યો કે શું તેઓ આ યાત્રાના ભાગરૂપે ભારત જોડો માંગે છે.જેનું આ પહેલા નામ ભારત ન્યાય યાત્રા હતું.. આ મિટીંગમાં ખડગેએ નેતાઓને કહ્યું કે સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ ધ્યાન ન આપવું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ