બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / congress attacks on pm narendra modi on coronavirus lockdown 3 in india

Coronavirus / શું આ અંતિમ લૉકડાઉન છે કે પછી? કોગ્રેસે PM મોદીને પૂછ્યા આ સવાલો

Mehul

Last Updated: 07:37 PM, 2 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાવાયરસ લૉકડાઉનની સમયમર્યાદા 17 મે સુધી વધારવાને લઇને કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું. કોંગ્રેસે પૂછ્યું છે કે આ લૉકડાઉનથી બહાર નીકળવાની સરકારની યોજના શું છે અને આ પૂર્ણ રીતે ક્યારે ખતમ થશે. જ્યારે કોંગ્રેસે પ્રવાસી મજૂરોની ઘર વાપસીને લઇને પણ હુમલો બોલ્યો છે.

  • લૉકડાઉનની સમયમર્યાદા 17 મે સુધી વધારવાને લઇને કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું
  • કોંગ્રેસે પૂછ્યું, આર્થિક સંકટથી બહાર આવવા વડાપ્રધાને શું લક્ષ્ય નિર્ધારિત કર્યા છે 
  • કેન્દ્ર સરકાર ખોટા ખર્ચ બંધ કરી કોરોના સામેની જંગ માટે 1,00,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરે

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સરકારને આગ્રહ કર્યો કે પ્રવાસી મજૂરો પાસે ભાડુ લીધા વિના તેઓને ઘરે મોકલવા માટે રેલગાડીઓની વ્યવસ્થા કરવામાં આવે. સાથે ખેડૂતો એમએસએમઇ (MSME) ના એકમો અને પગારદાર વર્ગને રાહત આપવા માટે તાત્કાલિક પગલા ઉઠાવામાં આવે. 

લૉકડાઉન ખતમ ક્યારે થશે? 
 
સુરજેવાલાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કહ્યું કે ગૃહ મંત્રાલયે શુક્રવારે સાંજે આદેશ જારી કરી 17 મે સુધી લૉકડાઉનનું ત્રીજુ ચરણ લાગુ કરી દીધું. ન તો પીએમ મોદી સામે આવ્યા, ન રાષ્ટ્રને સંબોધિત કર્યા, ન ગૃહમંત્રી આવ્યા, આટલું જ નહીં કોઇ અધિકારી પણ સામે ન આવ્યું. આવ્યો તો માત્ર એક સત્તાવાર આદેશ. સુરજેવાલાએ સવાલ કર્યો કે લૉકડાઉનના ત્રીજા ચરણની પાછળ શું લક્ષ્ય અને રણનીતિ છે તથા હવે પછીનો શું રસ્તો છે? શું લૉકડાઉન 3.0 અંતિમ છે અને 17 મેએ પૂર્ણ થઇ જશે? અથવા તો, લૉકડાઉન-4 અને લૉકડાઉન-5 પણ આવવાનું છે? તે પૂર્ણ રીતે ક્યારે ખતમ થશે? 

 

આર્થિક સંકટથી બહાર આવવા શું લક્ષ્ય નિર્ધારિત કરાયા 

તેઓએ પૂછ્યું છે કે 17 મે સુધી કોરોના સંક્રમણ અને આર્થિક સંકટથી બહાર આવવા માટેનું લક્ષ્ય શું છે? મોદી સરકારે 17 મે સુધી સંક્રમણ, રોજી-રોટીની સમસ્યા અને આર્થિક સંકટનો સામનો કરવા માટે શું લક્ષ્ય નિર્ધારિત કર્યા છે? એ લક્ષ્યોને હાંસલ કરવા માટે 17 મે સુધી શું સાર્થક અને નિર્ણાયક પગલા ઉઠાવામાં આવશે?

મજૂરો-ગરીબો અને ખેડૂતો માટે વિશેષ રાહતની માંગ

સુરજેવાલાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી વડાપ્રધાનને લખેલા પત્રોનો ઉલ્લેખ કરતા કહ્યું કે લાખો મજૂરોને 15 દિવસમાં ભાડુ લીધા વિના ઘર વાપસી કરવા માટે સેનેટાઇઝ કરાયેલી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે. ગરીબો-મજૂરો અને ખેડૂતોના જન-ધન ખાતાઓ, કિસાન યોજના ખાતા, મનરેગા મજૂર ખાતા અને વૃદ્ધ, મહિલા અને વિકલાંગોના ખાતાઓમાં સીધા 7500 રૂપિયા આપવામાં આવે. 

MSP પર અનાજની ખરીદી, 24 કલાકમાં ચૂકવણી કરાય

તેઓએ સરકારને આગ્રહ કર્યો કે ખેડૂતોનો એક-એક દાણો લઘુત્તમ સમર્થન મૂલ્ય પર ખરીદવામાં આવે અને 24 કલાકની અંદર ચૂકવણી કરવામાં આવે. શેરડીના ખેડૂતો હોય, અન્ય ખેડૂતો, સૌના હજારો રૂપિયાની બાકી ચૂકવણી સાત દિવસમાં કરવામાં આવે. ખેડૂતોનું વ્યાજ માફ કરી અને દેવુ વસુલવાની પ્રક્રિયા એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે. 

MSME સેક્ટર માટે પેકેજની માંગ

તેઓએ કહ્યું કે 11 કરોડ નોકરી આપનારી 4.25 કરોડ એમએસએમઇ એકમોને તાત્કાલિક 2 લાખ કરોડની પગાર અને ક્રેડિટ ગેરન્ટી પેકેજ આપવામાં આવે. મધ્યમવર્ગીય અને નોકરીયાતોને પગાર અને નોકરીની સુરક્ષાનું પેકેજ સુનિશ્ચિત કરાય અને મનસ્વી રીતે કાપવામાં આવી રહેલા પગાર અને ખતમ થતી નોકરીઓ પર અંકુશ લગાવવામાં આવે. 

કોરોના તપાસ વધારવામાં આવે

કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસની તપાસને વિસ્તૃત બનાવવામાં આવે. ડૉક્ટર્સ, નર્સ, સ્વાસ્થકર્મીઓને ખાનગી સુરક્ષા ઉપકરણ (PPE) ઉપલબ્ધ કરાવામાં આવે અને વિશેષ આર્થિક મદદ કરે. આ પ્રકારેની સુવિધા સફાઇ કર્મીઓ અને પોલીસ કર્મીઓ અને જરૂરી સેવાઓમાં લાગેલા કર્મચારીઓને પણ આપવામાં આવે. 

કેન્દ્ર સરકાર પોતાનો ખોટો ખર્ચ તાત્કાલિક રોકે

કોંગ્રેસ નેતાએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર પોતાના ખોટો ખર્ચ પર તાત્કાલિક અંકુશ લગાવે. પીએમ મોદી વિલંબ કર્યા વિના 20,000 કરોડ રૂપિયાની સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, 1,10,000 કરોડ રૂપિયાની બુલેટ ટ્રેન યોજના, 8,458 કરોડના ખર્ચથી પીએમ મોદીની યાત્રા માટે જહાજની ખરીદી પર રોક લગાવે અને ભારત સરકારના ખોટા ખર્ચાઓ પર 30 ટકાના ખર્ચમાં ઘટાડો કરે. તેઓએ કહ્યું કે આ પ્રકારે પૈસા બચાવવામાં આવે. અને કોરોના વાયરસ સામેની જંગ માટે 1,00,000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવે અને ઉદ્યોગોને ક્ષેત્ર કેન્દ્રીત પેકેજ આપવામાં આવે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ