બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / complaint against Pak cricketer Mohammad Rizwan for offering Namaz during match

વિવાદ / મેચ દરમિયાન નમાઝ અદા કરવા પર પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન ફસાયા, SCમાં ભારતીય વકીલે કરી દીધી ફરિયાદ

Vaidehi

Last Updated: 07:21 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન મેદાન પર નમાઝ અદા કરવા બદલ પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.SCનાં વકીલે ફરિયાદ દાખલ કરતાં કહ્યું છે કે તેનાથી ખેલદિલીની ભાવના પર સવાલો પેદા થાય છે.

  • પાક. ક્રિકેટર મોહમ્મદ રિઝવાનની મુસિબતમાં  વધારો
  • ભારતીય વકીલે ક્રિકેટર વિરોધી ફરિયાદ દાખલ કરી
  • મેચ દરમિયાન મેદાનમાં નમાઝ અદા કરવા અંગે ફરિયાદ

વર્લ્ડ કપ 2023: પાકિસ્તાનનાં વિકેટકીપર તેમજ બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની મુસિબતમાં વધારો થયો છે. હાલમાં હૈદરાબાદમાં નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં નમાઝ પઢવા બદલ મોહમ્મદ રિઝવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભારતની SCના વકીલ વિનીત જિંદાલે ICCને પત્ર લખીને કહ્યું કે મેચ દરમિયાન રિઝવાનનાં નમાઝ પઢવાથી ખેલની ભાવના પર સવાલો ઊભા થાય છે.

ફરિયાદમાં શું લખ્યું?
વિનીત જિંદલે ICCનાં ચેરમેન ગ્રેગ બાર્કલેને ફરિયાદ સોંપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે આ પાકિસ્તાનનાં ક્રિકેટ ખેલાડી મોહમ્મદ રિઝવાન વિષયક ફરિયાદ છે. જેઓ શુક્રવાર (6 ઑક્ટોબર)નાં હૈદ્રાબાદમાં નેધરલેન્ડની સામે ચાલી રહેલ ICC મેન્સ વનડે વર્લ્ડ કપ 2023ની પોતાની ટીમની શરૂઆતી મેચ દરમિયાન ક્રિકેટ મેદાન પર નમાજ અદા કરતાં જોવા મળ્યાં હતાં. ક્રિકેટનાં મેદાન પર અનેક ભારતીયોની વચ્ચે નમાજ અદા કરવાનું મોહમ્મદ રિઝવાનનું કૃત્ય તેમના ધર્મનું જાણીજોઈને કરવામાં આવેલું ચિત્રણ પ્રતીક છે જે ખેલની ભાવના પર સવાલો પેદા કરે છે.

પોતાના ટ્વીટર હેન્ડલ પર કરી પોસ્ટ
વકીલ વિનીત જિંદલે X પર લખ્યું કે,' ખેલની ભાવનાને જીવંત રાખવા માટે... એડવોકેટ વિનીત જિંદાલે 6 ઓક્ટોબર 2023 નાં રોજ ક્રિકેટ મેચ દરમિયાન "નમાઝ" અદા કરવા બદલ પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં ફરિયાદ દાખલ કરી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ