બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Commencement of Lord Krishna's marriage festival in Madhavpur

પોરબંદર / VIDEO: માધવપુરમાં શ્રીકૃષ્ણ લગ્નોત્સવ, પોલીસે આપ્યું ગાર્ડ ઑફ ઑનર, ફુલેકામાં ભક્તો રમ્યા દાંડિયા રાસ

Dinesh

Last Updated: 04:53 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના માધવપુર ખાતે રામનવમીના દિવસથી ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો પ્રારંભ થયો છે જે લગ્ન પૂર્વે 3 દિવસ માધવરાય મંદિરેથી ભગવાનની વર્ણાગી એટલે કે ફુલેકુ નિકળે છે.

  • માધવપુરમાં શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો પ્રારંભ
  • લગ્ન પૂર્વે ૩ દિવસ નિકળે છે ફુલેકુ 
  • ફુલેકામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા


પોરબંદરના માધવપુર ખાતે રામનવમીના દિવસથી ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો પ્રારંભ થયો છે. લગ્ન પૂર્વે 3 દિવસ માધવરાય મંદિરેથી ભગવાનની વર્ણાગી એટલે કે ફુલેકુ નિકળે છે જેમાં દાંડીયારાસની રમઝટ અને ભજન કિર્તન ગાવામાં આવે છે. દ્વિતિય વર્ણાગીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. દાંડીયારાસની રમઝટ અને ભજન-કિર્તન સાથે આ વર્ણાગી માધવપુરની શેરીઓમાંથી નિકળી અને બ્રહ્મકુંડ ખાતે પહોંચે છે અને ત્યાં લગ્નની વિધિના ભાગરૂપે કિર્તન બોલવામાં આવે છે. ત્રણ દિવસ સુધી ભગવાનની  વર્ણાગીમાં  જોડાઈ અને શ્રધ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે.

દાંડીયારાસની રમઝટ અને ભજન કિર્તન 
પોરબંદરના માધવપુર ખાતે રામનવમીના દિવસથી ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો પ્રારંભ થયો છે. લગ્ન પૂર્વે ૩ દિવસ માધવરાય મંદિરેથી ભગવાનની વર્ણાગી એટલે કે ફુલેકુ નિકળે છે જેમાં દાંડીયારાસની રમઝટ અને ભજન કિર્તન ગાવામાં આવે છે. દ્વિતિય વર્ણાગીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.

શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવનો રામનવમીથી પ્રારંભ થયો
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવનો રામનવમીથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે માધવરાય નિજમંદિરેથી ત્રણ દિવસ સુધી વર્ણાગી નિકળે છે. પ્રથમ વર્ણાગી રામનવમીના દિવસે નિકળી હતી જયારે ત્રીજી વર્ણાગી ગઈકાલે નિકળી હતી. જયારે ઠાકોજી નિજ મંદિરની બહાર નિકળે છે ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ત્યારબાદ પાલખીમાં ઠાકોરજીનુ સ્વરૂપ બિરાજમાન કરવામાં આવે છે. દાંડીયારાસની રમઝટ અને ભજન-કિર્તન સાથે આ વર્ણાગી માધવપુરની શેરીઓમાંથી નિકળી અને બ્રહ્મકુંડ ખાતે પહોંચે છે અને ત્યાં લગ્નની વિધિના ભાગરૂપે કિર્તન બોલવામાં આવે છે. માધવરાય મંદિરના મુખ્યાજીના જણાવ્યા અનુસાર ભગવાનના લગ્નોત્સવને લઈને વર્ષોથી પરંપરા ચાલી આવે છે.

રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ
માધવપુરવાસીઓમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવારના લગ્ન જેવોજ ઉત્સાહ ભગવાનના લગ્નોત્સવમાં જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસ સુધી ભગવાનની વર્ણાગીમાં જોડાઈ અને શ્રધ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે.

માધવપુરને શણગારવામાં આવ્યું
ભગવાનના લગ્નોત્સવને લઈને હાલ માધવપુરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે તો રાષ્ટ્રીય કક્ષાાના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બારસના દિવસે સાંજે 4 કલાકે માધવરાય મંદિરેથી ઠાકોજીની જાન જોડવામાં આવશે અને મધુવન જંગલમાં આવેલા ચોરીમાયરા ખાતે ભગવાનના લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ