બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Come summer and remember mangoes: King of fruits saffron entry in market yard, know what is the price of 10 kg

જૂનાગઢ / ઉનાળો આવે ને કેરી યાદ આવે: ફળોના રાજા કેસરની માર્કેટ યાર્ડમાં એન્ટ્રી, જાણો શું છે 10 કિલોનો ભાવ

Vishal Khamar

Last Updated: 06:49 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસર કેરીનો ૧૦ કિલોનો ભાવ રૂ. બેથી ત્રણ હજાર કેસર કેરીની એન્ટ્રી થઇ છે. કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટયાર્ડમાં થઈ ગયું છે.

  • ઉનાળો આવતા જ ફળોનાં રાજાની એન્ટ્રી થઈ જાય છે
  • હાલ બજારમાં 10 કિલો કેરીનો ભાવ બે થી ત્રણ હજાર 
  • વલસાડની આફૂસ કેરી ગુજરાત અને દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે

કેસર કેરીનો ૧૦ કિલોનો ભાવ રૂ. બેથી ત્રણ હજાર કેસર કેરીની એન્ટ્રી થઇ છે. કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટયાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. તાલાલા પંથકની કેસર કેરીનાં ૪૦ બોક્સની આવક થઈ છે. આ કેરીના ૧૦ કિલોના ર૦૦૦થી ૩૦૦૦ રૂપિયા ભાવ બોલાયા હતા. ગુજરાતવાસીઓ કેરીની ‌સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની આફૂસ કેરી ગુજરાત અને દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

મે મહિનામાં સીઝન જામતી હોય છે
ગુજરાતમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કેરી લોકો ખાય છે. ત્યારે મે મહિનામાં સીઝન જામતી હોય છે.  ત્યારે માર્ચથી શરૂ થયેલી સીઝન જૂન-જુલાઈ સુધી ચાલતી હોય છે. વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં ઉતરતો હોય છે. 

ઓર્ગેનિક કેરીની માંગ વધી
છેલ્લા કેટલાક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માંગમાં વધારો થયો છે. ત્યારે તાલાલા અને ગીરમાં અને આંબાવાડિયામાં પણ ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ વધ્યું છે. 
 આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં આવશે
આગામી સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે.  ત્યારે હાલ 2000 થી 3000 ના ભાવે 10 કિલો કેરી વેચાઈ રહી છે. આવનારા સમયમાં કેરીની આવકમાં પણ વધારો થશે. હાલ તો જૂનાગઢનાં માર્કેટિંગ યાર્ટમાં તાલાલા ગીરની કેરીની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં કેસર કેરી જૂનાગઢ યાર્ડમાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ