બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Come again Corona! In these cities, including Ahmedabad, suddenly shocking the situation, hospital and administration on alerts

ચિંતિત / ફરી આવ્યો કોરોના! અમદાવાદ સહિત આ શહેરોમાં અચાનક જ સ્થિતિ ચોંકાવનારી, એલર્ટ પર હોસ્પિટલ અને તંત્ર

Vishal Khamar

Last Updated: 09:54 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે.. તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે તમામ રાજ્યના હેલ્થ વિભાગ સાથે સમીક્ષા કરી હતી. અને હોસ્પિટલમાં કોરોના સામે લડવાની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.

  • કોરોનાના કેસ વધતા ચિંતિત સરકાર
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કરી સમીક્ષા
  • દવાનો પણ કરી લેવામાં આવ્યો સ્ટોક

 ચીનમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ ભારતમાં પણ કોરાનાના કેસ નોંધાય રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ગાંધીનગર 3 અને અમદાવાદમાં 7 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાયેલા 7 કેસ તમામ એક સપ્તાહના છે. જેમાં 7 માંથી 5 કેસ વિદેશના અને 2 કેસ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે. વિદેશથી આવેલા 5 દર્દીઓ ઓસ્ટ્રેલિયા, યુકે, અને સિંગાપોરથી આવેલા છે. આ કેસમાં 4 મહિલા અને 3 પુરૂષ દર્દીઓ છે. જે 15થી લઈને 70 વર્ષની ઉંમર ધરાવે છે. જે તમામને હાલમાં હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ કેસ શહેરના પશ્ચિમ વિસ્તારના જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં નોંધાયા છે. તમામ પોઝિટીવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલવામાં આવ્યા છે. જે બાદ દર્દીઓમાં નવો વાઇરસ છે કે નહીં એ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે.

ગાંધીનગરમાં 2 દિવસમાં કુલ 3 પોઝીટીવ કેસ નોંધાયા
ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાવા પામ્યો છે. દક્ષિણ ભારતથી આવેલા પ્રવાસીઓનાં ટ્રેકિંગમાં કેસ સામે આવ્યો છે. ગઈકાલે પણ ગાંધીનગરમાં 2 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા. ગાંધીનગરમાં 2 દિવસમાં કુલ 3 પોઝીટીવ કેસ નોંધાયા હતા.

ઓક્સિજનની ક્યારેય ખોટ પડશે નહીઃ સંજય ત્રિપાઠી (SVP સુપ્રિટેન્ડેન્ટ)
આ બાબતે SVP સુપ્રિટેન્ડેન્ટ સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવા કોરોનાં વેરીયેન્ટને લઈ તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને લઈ SVP હોસ્પિટલને કોવિડનાં દર્દીઓ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે. 20 બેડ આઈસીયુ માટે અને 30 બેડ અલગ અલગ સ્ત્રી દર્દીઓ માટે ફાળવવામાં આવેલા છે. તેમજ તાજેતરમાં ઓક્સિજનનાં પ્લાન્ટ માટે જરૂરી મોકડ્રીલ પણ કરવામાં આવેલ હતું. અત્રે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક છે. 6 પીએસએ પ્લાન્ટ છે. જેથી ઓક્સિજનની ક્યારેય ખોટ પડશે નહી. AMC સંચાલિત SVPમાં 80 બેડના ફ્લોર સાથે સાથે ઓક્સિજન ટેન્ક અને દવાનો સ્ટોક પણ  તૈયાર કરવામાં આવ્યો છે. મેડીકલ સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

બેડ અને ઑક્સિજન પ્લાન્ટ નો યોગ્ય વ્યવસ્થાઓ છે - ધારાસભ્ય દર્શિતાબેન

કોરોનાના કેસો વધતા રાજકોટ સિવિલે તૈયારીઓ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન વર્તાય  તેના માટે ઓક્સિજન પ્લાન્ટ કવાયત હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ તંત્ર સાથે બેઠક કરશે. કોરોનાના કેસોને મામલે તંત્રની તૈયારીઓનું  નિરીક્ષણ કરવા ધારાસભ્ય ડૉ દર્શિતા શાહે સિવિલની મુલાકાત લીધી. VTV NEWS  સાથએ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે સિવિલમાં કોરોનાના કેસોને લઈને પુરતી સુવિધા રાખવામાં આવી છે. બેડ અને ઓક્સિજન પ્લાન્ટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

 40 હજાર લીટરના બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરાયા
ગુજરાતમાં ફરી કોરોનાં કેસ પ્રકાશમાં આવતા વડોદરા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોનાને લઇ તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની સુવિધા સાથે 26 બેડ તૈયાર કરાયા છે. તો હોસ્પિટલમાં 40 હજાર લીટરના બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાના  કેસ વધશે તો બેડની સંખ્યા વધારવાની હોસ્પિટલ તંત્રએ તૈયારી દર્શાવી છે. તો ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થશે તો પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં સયાજી હોસ્પિટલમાં કોરોનાના એક પણ દર્દી દાખલ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ