બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / College girl victim of indecency married the accused in jansath of mazaffarnagar

શૉકિંગ ન્યૂઝ / રસ્તાની વચ્ચે KISS કરી, ઝાપટ મારી, વીડિયો વાયરલ થતાં યુવકની ધરપકડ... હવે યુવતીએ જે કર્યું તે જાણીને મગજ ચકરાઈ જશે

Arohi

Last Updated: 12:58 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mazaffarnagar News: વિદ્યાર્થીઓને જાહેરમાં કિસ કરવા અને લાફો મારવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલાનો વીડિયો પણ વાયરલ થયો હતો. યુવતીના પરિજનોએ વીડિયો જોઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સક્રિયતા બતાવતા આરોપીની ધરપકડ કરી હતી.

  • વિદ્યાર્થીનીને જાહેરમાં કિસ કરી લાફો મારવાનો મામલો 
  • સમગ્ર મામલાનો વીડિયો થયો હતો વાયરલ  
  • આરોપીની કરવામાં આવી ધરપકડ અને...

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જનપદમાં લગભગ એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તેમાં એક બાઈક સવાર યુવક વચ્ચે રસ્તા પર એક યુવતી સાથે છેડછાડ અને મારપીટ કરતો જોવા મળી રહ્યો હતો. મામલો પ્રકાશમાં આવતા જ પોલીસ પણ હરકતમાં આવી હતી. 

તેમણે યુવતીના પરિવારની ફરિયાદ પર પોલીસમાં કેસ નોંધાવીને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. હવે આ મામલો નવા વળાંક પર આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અનુસાર સ્ટેશનમાં સમાધાન બાદ યુવકે યુવતી સાથે લગ્ન કરી લીધા છે. 

યુવતીને કિસ કરી યુવકે માર્યો હતો લાફો 
મુઝફ્ફરનદરના જાનસઠ વિસ્તારનો આ સમગ્ર મામલો છે. લગભગ 5 દિવસ પહેલા જાનસઠમાં આર્ય સમાજ મંદિરની પાસે કોલેજ જઈ રહેલી વિદ્યાર્થીને જાહેરમાં ચુંબન કરવા, અભદ્રતા અને લાભો મારવાનો મામલો સામે આવ્યો હતો. 

આ સંપૂર્ણ મામલાનો વીડિયો પણ વાયરલ થયો હતો. યુવતીના પરિજનોએ વીડિયો જોઈને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે વાયરલ વીડિયોના આધાર પર સક્રિયતા બતાવતા પગલા ભર્યા અને યુવકની ધરપકડ કરી. 

એક જ કોલેજમાં ભણતા હતા યુવક અને યુવતી 
પોલીસે કલમ 164 હેઠળ યુવતીનું નિવેદન નોંધાવીને તેને પોલીસ સ્ટેશન બોલાવી. પરંતુ આ મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવતીએ આ કૃત્યને અંજામ આપનાર યુવક વિરૂદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો 

જેના કારણે પોલીસે આરોપીને છોડી મુક્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક અને યુવતી બન્ને એક જ સમાજના છે. પહેલા એક જ કોલેજમાં સાથે ભણતા હતા. હવે આ મામલામાં એક નવો વળાંક મંગળવારે રાત્રે તે સમયે આવ્યો છે જ્યારે વીડિયોમાં દેખાઈ રહેલા યુવક અને યુવતીએ વિવાહ કરી લીધા. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે સમય ક્ષેત્રમાં ચર્ચાનો વિષ્ય બન્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ