બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / coincidence on mahashivratri should do upay know shiv puja time

shivratri 2024 / મહાશિવરાત્રી પર શુક્ર પ્રદોષ વ્રતનો અદભૂત સંયોગ, તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, પુણ્ય કમાશો

Manisha Jogi

Last Updated: 08:34 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રીના દિવસે વિશેષ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ જેવા શુભ યોગમાં મહાશિવરાત્રી ઊજવવામાં આવશે.

આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીના દિવસે વિશેષ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ જોવા મળી રહ્યો છે. પ્રદોષ વ્રતની સાથે સાથે અન્ય દુર્લભ યોગ પણ બની રહ્યાો છે. આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ જેવા શુભ યોગમાં મહાશિવરાત્રી ઊજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહ થયા હતા. 

મહાશિવરાત્રી જ્યોતિષ ઉપાય
શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ તથા સો વાજપેય યજ્ઞ જેટલા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તમામ ગ્રહના ચાર ભાવમાં રહેવાથી કેદાર યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ગંગા સ્નાન તથા ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પંચાક્ષર સ્તોત્ર અને શિવ સહસ્ત્રનામ, મહા મૃત્યુંજય પાઠ કરવો તે શુભદાયી માનવામાં આવે છે. 

પૂજા મુહૂર્ત
મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર સવારથી જ જળાભિષેક કરવામાં આવશે. મનોકામના પૂર્તિ માટે વિશેષ મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તે લાભદાયી છે. 8 માર્ચના રોજ પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 06:25 વાગ્યાથી રાત્રે 09:28 વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:38 વાગ્યાથી 10:41 વાગ્યા સુધી, શિવ યોગ 9 માર્ચના રોજ સૂર્યોદયથી રાત્રે 12:46 વાગ્યા સુધી, સિદ્ધ યોગ 9 માર્ચના રોજ રાત્રે 12:46 વાગ્યાથી 08:32 વાગ્યા સુધી રહેશે. શ્રવણ નક્ષત્ર યોગ સવારે 10:41 વાગ્યા સુધી છે.

વધુ વાંચો: રુદ્રાક્ષ પહેરતા હોય તો 8 ખાસ નિયમ ગોખી લેજો, શિવજી આપશે ચમત્કારીક ફળ

રાશિ અનુસાર શિવલિંગ પર કરો અભિષેક
મેષ-  મધ અને સાકર
વૃષભ-  દહી, દૂધ, ધી
મિથુન-  બિલીપત્ર અને લાલ ફૂલ
કર્ક-  દૂધ અને સફેદ કાપડ
સિંહ-  મધ અને ગોળ
કન્યા-  બિલીપત્ર અને મધ
તુલા-  શેરડીનો રસ અને ઘી
વૃશ્વિક-  લાલ ફૂલ અને ગંગા જળ
ધન-  ચંદન અને પીળુ ફૂલ
મકર-  બિલીપત્ર તથા ગંગાજળ
કુંભ-  મલાઈ તથા મિશરી
મીન-  મધ અને બોર

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ