બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Clash with security forces in Jammu and Kashmir's Shopian, 2 terrorists killed, search operation started

એક્શન / જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો સાથે અથડામણ, 2 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

Megha

Last Updated: 08:55 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં સોમવારની મોડી રાતથી ચાલુ રહેલા એન્કાઉન્ટરમાં આજે વહેલી સવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં જવાનોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

  • શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર 
  • સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા 
  • હાલ જંગલોમાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ જંગલોમાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે અને હવે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

શોપિયાંના અલશીપોરામાં આજે વહેલી સવારે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે 'સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.' હવે આ બંને આતંકવાદીઓની ઓળખ પણ થઈ ગઈ છે. આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.

જણાવી દઈએ કે કુલગામમાં પણ 4 ઓક્ટોબરે સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર કર્યા હતા. ઈન્ટેલિજન્સ રિપોર્ટ બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ તેઓ એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા. બંને આતંકીઓ કુલગામના રહેવાસી હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ