બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Claim that 4 persons tore the student's clothes

બોટાદ / 4 શખ્સોએ વિદ્યાર્થીનીનાં કપડા ફાડી નાખ્યાનો દાવો, પિતા વગરની દીકરીએ માંગ્યો સમાજનો સહારો, કહ્યું નહીંતર આપઘાત કરીશ

Vishal Khamar

Last Updated: 11:46 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીપરડી ગામની વિદ્યાથીનીના વાયરલ વીડિયોથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે વાયરલ વીડિયોમાં યુવતિ પોતાની સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોય તેમ જણાવી રહી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

  • પીપરડી ગામની વિદ્યાથીનીના વાયરલ વીડિયોથી ખળભળાટ
  • વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીનીએ જણાવી આપવીતી 
  • પોતાની સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનો કર્યો ઉલ્લેખ

 બોટાદનાં પીંપરડી ગામની વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીની આપવીતી જણાવી રહી છે. વીડિયોમાં યુવતિ પોતાની સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.  10 એપ્રિલે 4 શખ્શોએ વિદ્યાર્થીનીનાં કપડા ફાટી નાંખ્યો હતો. માતા પિતા વગરની દિકરીએ સમાજનો લોકોને સહારો માંગ્યો હતો. પરંતું મારા સમાજનાં લોકોએ મને સહકાર નથી આપ્યો તેનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે ન્યાય નહી મળે તો આપઘાતની પણ વિદ્યર્થીનીએ ચીમકી ઉચ્ચારી હતી. 

 

મહર્ષિ રાવલ (DySP બોટાદ)

પોલીસ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરશે : DySP
વિદ્યાર્થીનીનાં આ વાયરલ વીડિયો બાબતે DySP એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પીંપરડી ગામે 10 એપ્રિલે ડાક ડમરૂનો કાર્યક્રમ હતો. વિદ્યાર્થીનીએ ગામ લોકો વચ્ચે બોલાચાલી થયેલ તે બાબતે અરજી મળી હતી. શખ્શો વિરૂદ્ધ અને અરજદાર વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહિ કરશે તેમ DySP એ જણાવ્યું હતું.

ભુપતભાઈ ડાભી  (અખિલ ભારતીય કોળી સમાજ)

 અમે દિકરીને ન્યાય મળે તે માટે અથાગ પ્રયત્ન કરીશુંઃ ભુપતભાઈ ડાભી
ત્યારે આ બાબતે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ ભુપતભાઈ ડાભીએ જણાવ્યું હતું કે,  આ ઘટનાને પહેલા તો હું વખોડું છું.  આવું કોઈ પણ દિકરીને થવું ન જોઈએ. કોળી સમાજ હોય કે અન્ય સમાજની દિકરી હોય ત્યારે મીડિયાનાં માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે એક દિકરી વ્યથા વ્યક્ત કરે છે.  આ ઘટનાની તટસ્થ તપાસ થાય. તેમજ આ છોકરીને ન્યાય મળે તે માટે અથાગ પ્રયત્ન કરશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ