બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / chinese man had expensive haircut worth 1 lakh takes loan to pay it

OMG / બાપ રે! રૂપિયા 1 લાખમાં આ શખ્સે કપાવ્યા વાળ, પછી જે થયું તે જાણીને ચોંકી ઉઠશો

Bijal Vyas

Last Updated: 12:56 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે, તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ તેના વાળની ​​ટ્રિટમેન્ટ માટે બિલ ચૂકવવા માટે લોન લીધી છે. તો આવો એવા જ એક વ્યક્તિની વાત કરીએ...

  • વ્યક્તિએ કરાવી વાળની એક્સેપેન્સિવ ટ્રિટમેન્ટ 
  • 1 લાખ 14 હજાર રુપિયા વાળ કાપવાનું બિલ આવ્યુ સામે 
  • ગિફ્ટ કાર્ડના ચક્કરમાં વ્યક્તિ ફસાતો જ ગયો ગ્રાહક 

Man Took Haircut Worth 1 Lakh: તમે લોકોને તેમના વાળની ​​ટ્રિટમેન્ટ કરાવતા જોયા હશે અને ઘણા લોકો ગર્વથી કહે છે કે તેઓએ તેમના વાળ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે. જો કે, તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ તેના વાળની ​​ટ્રિટમેન્ટ માટે બિલ ચૂકવવા માટે લોન લીધી છે. તો આવો એવા જ એક વ્યક્તિની વાત કરીએ...

આ ઘટના ચીનની છે, જ્યાં એક વ્યક્તિ પોતાના વાળ કપાવીને સલૂનમાં ગયો હતો. અહીં તેની સાથે કંઈક એવું થયું કે 250 રૂપિયાના વાળ કપાવવા માટે તેની સામે 1 લાખ 14 હજારનું મોટું બિલ આવ્યું. બિલ જોઈને તેનું માથું ચક્કરાઇ ગયું અને તેણે સ્પષ્ટ કહ્યું કે તેની પાસે એટલા પૈસા નથી. તે પછી જે થયું તે સાંભળીને તમે ચોંકી જશો.

આ દિવસે દાઢી-વાળ કપાવવું માનવામાં આવે છે શુભ, મળે છે અપાર સંપત્તિ-સન્માન  અને સફળતા | Cutting beard and hair on this day is considered auspicious one  gets immense wealth honor and success

250 રુપિયાના હેરકટ, બિલ બન્યુ 1 લાખ 
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ જેંગજિયાંગ પ્રાંતમાં રહેતો હતો, જે અહીં રેસ્ટોરન્ટ વર્કર તરીકે કામ કરતો હતો. એક મિત્રએ તેને 20 યુઆન એટલે કે 250 રૂપિયાનું ગિફ્ટ કાર્ડ આપ્યું હતું, જે બેઇજિક્સિંગ હેર સલૂનનું હતું. તેનો ઉપયોગ મૂળભૂત હેરકટ માટે થઈ શકે છે. જ્યારે તે વ્યક્તિ તેની સાથે સલૂનમાં પહોંચ્યો તો તેને કહેવામાં આવ્યું કે તેને કાપતા પહેલા હેડ મસાજ કરવામાં આવશે. આ પછી તેને રૂ.500નું ફેસ પેક આપવામાં આવ્યું. દરમિયાન, સલૂને તેને 5000 યુઆન 57 હજારની કિંમતનું ગિફ્ટ કાર્ડ ખરીદવાનું પણ કહ્યું હતું.

ફંસાતો જતો ગયો ભોળો ગ્રાહક 
આ દરમિયાન વ્યક્તિના ચશ્મા કાઢી નાખવામાં આવ્યા હતા, તેથી તે પ્રાઇઝ લિસ્ટ પણ જોઈ શક્યો ન હતો. સલૂન તરફથી તેને વાળ કપાવતા પહેલા બિલ અને કોટ જોવા માટે કહેવામાં આવ્યું, પરંતુ વ્યક્તિએ તેની અવગણના કરી. આ પછી, તેના માથા પર વિવિધ ઉત્પાદનો લાગુ કરવામાં આવ્યા હતા, જેની કિંમત તેના ગિફ્ટ કાર્ડ કરતાં વધી ગઈ હતી. જ્યારે તેણે કહ્યું કે તેની પાસે વધુ પૈસા નથી, ત્યારે તેનો મોબાઈલ લઈને સલૂનમાંથી 57 હજારની લોન લેવામાં આવી હતી અને બિલ ચૂકવવામાં આવ્યું હતું. વ્યક્તિનું કહેવું છે કે ડરના કારણે તે કંઈ બોલી શક્યો નહીં. જોકે બાદમાં તેણે પૈસા પરત મેળવવા મીડિયાની મદદ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ