બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / China refuses to participate in G20 meeting, calls Kashmir 'disputed area'

નિવેદન / નહીં સુધરે ચીન, G20 બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી કાશ્મીરને ગણાવ્યો 'વિવાદિત વિસ્તાર'

Priyakant

Last Updated: 09:37 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

China Statement News: ચીને કહ્યું કે તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ભાગ નહિ લે

  • જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20ની બેઠકને લઈ મોટા સમાચાર 
  • ચીને ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો કર્યો પ્રયાસ
  • ચીન આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20ની બેઠકમાં ભાગ નહિ લે 

જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ચીને ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે. વાત જાણે એમ છે કે, ચીને કહ્યું કે, તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ભાગ લેશે નહીં. દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો વિરોધ કરી રહેલા અને તેના વલણથી પાકિસ્તાનની તરફેણ કરી રહેલા ચીને તો એ કહેવાની હિંમત કરી છે કે, તે 'વિવાદિત' વિસ્તારમાં આવી કોઈપણ બેઠક યોજવાનો 'જોરદાર' વિરોધ કરે છે. 

ભારતની અધ્યક્ષતામાં ત્રીજી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક 22 થી 24 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે. નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પૂછવામાં આવ્યું કે, શું ચીન ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત G20 બેઠકોનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે. તેથી તેમણે કહ્યું કે 'ચીન વિવાદિત પ્રદેશ પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં. યોગાનુયોગ ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે. જ્યારે પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત અસહજ રહ્યા છે.

નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસમાં પ્રવાસન ઉદ્યોગે મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે અસ્થિરતાએ પ્રવાસન ઉદ્યોગને અસર કરી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, G20ની બેઠક વિશ્વભરના રોકાણકારો અને પ્રવાસીઓને કાશ્મીર તરફ આકર્ષિત કરી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં G20 સમિટ પરિવર્તનની લહેર શરૂ કરી શકે છે. આ રાજ્યને સ્થિરતા, આર્થિક વૃદ્ધિ અને સામાજિક વિકાસના નવા માર્ગ પર લઈ જઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ