બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / China is throwing dust in the eyes of the world, heaps of dead bodies in the hospital, the horrifying video of the devastation of Corona has opened the poll

વાયરલ / દુનિયાની આંખમાં ધૂળ નાખી રહ્યું છે ચીન, હોસ્પિટલમાં લાગ્યા લાશોના ઢગલા, કોરોનાની તબાહીના ભયાનક VIDEOએ ખોલી પોલ

Vishal Khamar

Last Updated: 06:04 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના મૃતદેહો દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા સ્પષ્ટપણે જોઈ શકાય છે.

  • સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ 
  • કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના મૃતદેહો દેખાઈ રહ્યા છે
  • વીડિયોમાં હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા સ્પષ્ટપણે જોઈ શકાય છે

ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે. એક તરફ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે, તો બીજી તરફ યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે સ્થિતિ વણસી રહી છે. હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને ચીન આ આંકડાઓને હંમેશની જેમ છુપાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ ચીનનો પર્દાફાશ કર્યો છે.

WHO અને અમેરિકાએ ચીનને સાચી માહિતી બધાની સામે લાવવા કહ્યું 
ચીનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પણ કોરોનાનો શિકાર થતા જોવા મળી રહ્યા છે. આ તમામ માહિતી સોશિયલ મીડિયા દ્વારા લોકો સામે આવી રહી છે. આવી સ્થિતિમાં WHO અને અમેરિકાએ ચીનને સાચી માહિતી બધાની સામે લાવવા કહ્યું છે.

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ 
આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોના મૃતદેહો દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અન્ય એક વીડિયોમાં લોકો બેઈજીંગમાં અંતિમ સંસ્કારની રાહ જોતા જોવા મળે છે. તે જ સમયે એક અન્ય વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા હોસ્પિટલના ઉંબરે બેઠી છે અને જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી છે. આ દરમિયાન ઘણા લોકો ર્ડાક્ટરોને બોલાવતા જોવા મળે છે. પરંતું કોઈ ર્ડાક્ટર મદદ કરવા આગળ આવતું નથી. જેમાં મહિલાનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

દરમિયાન, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં કોવિડના વધતા જતા કેસોને જોતા મોદી સરકાર સક્રિય થઈ ગઈ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકારે બુધવારે સમીક્ષા બેઠક યોજી હતી.

ચીનમાં કોરોનાની ગાઈડલાઈન જારી કરવામાં આવી નથીઃઅરિંદમ બાગચી
ચીનમાં સંક્રમણના કેસો વધવા સંબંધિત પ્રશ્ન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે (ચીનમાં) સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે સમગ્ર માનવ જાતિ રોગચાળાનો સફળતાપૂર્વક સામનો કરી શકશે. તેમણે કહ્યું કે હાલમાં ભારત અને ચીન વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી. બાગચીએ કહ્યું કે કોઈ એડવાઈઝરી કે ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી. તેમણે કહ્યું, બેઇજિંગમાં અમારું દૂતાવાસ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ