બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chhotaudepur collector office does not work without money: BJP MP

ખળભળાટ / છોટાઉદેપુરની ક્લેક્ટર કચેરીમાં પૈસા વિના કોઈ કામ નથી થતાં: ભાજપના જ સાસંદે ગંભીર આરોપ લગાવતા હડકંપ

Malay

Last Updated: 11:59 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chotaudepur News: ભાજપના મહિલા સાંસદ દ્વારા કલેક્ટરને પત્ર લખીને ગંભીર આક્ષેપ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. તેમણે પત્રમાં કલેક્ટર કચેરીમાં રૂપિયાની લેતી દેતી વિના કોઈ કામ થતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.

 

  • ભાજપના મહિલા સાંસદનો પત્ર બન્યો ચર્ચાનો વિષય 
  • ગીતાબેન રાઠવાએ પત્ર લખીને કલેક્ટર સામે ઠાલવી વ્યથા 
  • 'મહેસૂલ શાખા અને જમીન માપણીમાં થાય છે ભારે ગેરરીતિ'

'છોટાઉદેપુરની કલેક્ટર કચેરીમાં પૈસા વગર કોઈ કામ થતાં જ નથી', આવો આક્ષેપ ભાજપના મહિલા સાંસદ દ્વારા કરવામાં આવતા ખળભળાટની સાથે હડકંપ મચી ગયો છે. સત્તારૂઢ પાર્ટી ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ પત્ર લખીને ગંભીર આક્ષેપો લગાવતા છોટાઉદેપુરમાં રાજકારણ ગરમાયું છે. તેમણે પત્રમાં મહેસૂલ શાખા અને જમીન માપણીમાં ભારે ગેરરીતિ થતી હોવાની વાત કહીને કલેક્ટર બેદરકાર હોવાનું કહ્યું છે.

ગીતાબેન રાઠવા અને કલેક્ટર સ્તુતિ ચારણ - file photo

જમીન માપણી માટે ભારે ગેરરીતિની આવી છે ફરિયાદઃ સાંસદ 
સાંસદ ગીતાબેન રાઠવાએ છોટાઉદેપુર કલેક્ટરને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે છોટાઉદેપુર જિલ્લા મહેસુલ શાખા અને જમીન માપણી માટે ભારે ગેરરીતિની ફરિયાદ આવી છે. આપ બેપરવાહ હોય તેમ જણાય છે. જિલ્લાની પ્રજા આખરે ક્યાં જાય, આપ જિલ્લાના વડા છો. આપના હસ્તકની કચેરીમાં રૂપિયાની લેતી-દેતી વિના કોઈ કામ થતું નથી તેવું જણાય આવે છે. 

સાંસદ ગીતાબેન રાઠવાનો પત્ર

 
'જમીન માપણીવાળા આપે છે ઉડાવ જવાબ'
પત્રમાં લખ્યું છે કે, આપના હસ્તકની મહેસુલ શાખા દ્વારા ખેડૂત ખાતેદારોને ખેડૂત ખરાઈના દાખલા મેળવવા માટે લાખો રૂપિયાની લેતી દેતીનો આક્ષેપ એક પ્રતિષ્ઠિત નિવૃત્ત કર્મચારી જમીલખાન પઠાણ, નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર અને એક સામાન્ય ખેડૂત ખાતેદાર દ્વારા કરવામાં આવેલ છે. જેની કોપી આ સાથે સામેલ છે. આ સિવાય જમીન માપણી માટે પણ ખાતેદારોની અમોને ઘણી મૌખિક રજૂઆત મળે છે કે ઓનલાઈન અરજી કર્યા પછી પણ જમીન માપણીવાળા ઉડાવ જવાબ આપીને આવતા નથી. આપનો વહીવટી તંત્ર સાથે કોઈ તાલમેલ નથી તેમ જણાય છે. માટે સામેલ પત્રનો દિન પાંચમા નિકાલ કરીને તાત્કાલિક વહીવટી સુધારવા વિનંતી છે. 

ટોક ઓફ ધ ટાઉન બન્યો મુદ્દો
આપને જણાવી દઈએ કે સાંસદ ગીતાબેનના પત્ર બાદ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સાંસદના પત્ર બાદ છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શું કાર્યવાહી કરી છે.  
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ