બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chhota Udepur Narmada canal Kwant village Hafeshwar group project

હાફેશ્વર જુથ યોજના / છોટા ઉદેપુરના ક્વાંટ ગામે વાજતે ગાજતે નર્મદાના નીરના વધામણા, વર્ષોની તરસ હવે છીપાતા લોકોમાં જાણે જીવ પાછો આવ્યો

Vishnu

Last Updated: 12:09 AM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અનેક અંતરિયાળ ગામો છે જે હજુ પણ પાણીથી વંચિત છે, તરસ છિપાવવા લોકો આમ તેમ રઝળી રહ્યા છે.

  • ક્વાંટ ગામમાં આવ્યા નર્મદાનાં નીર 
  • વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત
  • ગ્રામજનોએ પાણીના હરખભેર કર્યા વધામણાં

સૌથી પછાત ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં પાણીની સમસ્યાને લઈને લોકો વર્ષોથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે.. પરંતુ જિલ્લાના કવાંટ તાલુકામાં આજે સાક્ષાત નર્મદા પ્રગટી.. અને કાયમી માટે પાણીની સમસ્યા દૂર થઈ ગઈ

કવાંટમાં પ્રગટી નર્મદા!
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામમાં નર્મદાનાં નીર નગરમાં પહોંચતા વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. સાંસદ સહિત કવાંટના ગ્રામજનોએ નર્મદાનાં નીરના વધામણાં કરીને આરતી ઉતારી હતી. મહત્વનું છે કે કવાંટ ગામના લોકોને ઉનાળાના સમયમાં પાણી ભારે સમસ્યા રહેતી હતી.  

હાફેશ્વર જુથ યોજના હેઠળ પાણી પહોંચાડ્યું, સાંસદ સહિત ગ્રામજનોએ કર્યા વધામણાં
ગ્રામ પંચાયતની નવી બોડી દ્વારા ટૂંક સમયમાં જ પાણીની સમસ્યાને પ્રાથમિકતા આપીને સાંસદને રજૂઆત કરી હતી. ત્યારબાદ પાણી પુરવઠા વિભાગની હાફેશ્વર જુથ યોજના થકી નર્મદાનાં નીર કવાંટ ગામમાં પહોંચાડતા પીવાના પાણીની સમસ્યા હવે દૂર થઇ છે. સાંસદ ગીતાબેન રાઠવાની હાજરીમાં નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.

વર્ષોની તરસ હવે છીપાઈ
છોટા ઉદેપુર જીલ્લાનો કવાંટ તાલુકો રાજયમાં સૌથી પછાત ગણાતો તાલુકો છે, કવાંટ તાલુકાનાં મુખ્ય મથક કવાંટ ગામમાં પીવાના પાણી માટે ગ્રામજનો વર્ષોથી મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા. કવાંટ ગામના લોકોને ઉનાળાના સમયમાં આંતરે દીવસે પાણી મળતું હતું . પણ હવે પાણીની તંગી માંથી કાયમી છુટકારો મળ્યો છે.કવાંટ ગામમાં નર્મદાનાં નીર પહોંચી જતા વર્ષો જૂની પાણીની પારાયણનો અંત આવી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ