બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chhattisgarh minister tm singhdev jumped from thousands feet cm bhupesh baghel says wow maharaj

વાયરલ / VIDEO : છત્તીસગઢના ઘરડા મંત્રીએ હજારો ફૂટની ઊંચાઈએથી લગાવી છલાંગ, CM બઘેલ બોલ્યાં, 'વાહ, મહારાજ'

Kishor

Last Updated: 08:17 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવનો ઓસ્ટ્રેલિયામાં રોમાંચક સ્કાય ડ્રાઇવિંગ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે.

  • છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવનો વીડિયો વાયરલ
  • ઓસ્ટ્રેલિયામાં રોમાંચક સ્કાય ડ્રાઇવિંગની મોજ માણી
  • સીએમ બઘેલે ટ્વિટર પર લખ્યું હતું કે વાહ મહારાજ સાહેબ

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં તેઓ પેરાગ્લાઈડિંગ અને પેરાજમ્પિંગ કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. વીડિયો ટીએસ સિંહદેવે ટ્વિટર પર શેર કર્યો છે. જેને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ દ્વારા રીટ્વીટ કરાયો હતો. સીએમ બઘેલે ટ્વિટર પર લખ્યું હતું કે વાહ મહારાજ સાહેબ! કમાલ કરી નાખ્યો! બસ આમ જ હોંસલા બુલંદ રાખો, અભીનંદનI!


ટીએસ સિંહદેવ અલગ જ અંદાજમાં જોવા મળ્યા

જાણવા મળતી વિગત અનુસાર હાલના સમયે છત્તીસગઢના અંબિકાપુરના ધારાસભ્ય તથા ભૂપેશ બઘેલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઓસ્ટ્રેલિયાની મુલાકાત પર છે. આ મુલાકાત દરમિયાન ટીએસ સિંહદેવ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા હતા. તેઓએ ઓસ્ટ્રેલિયામાં રોમાંચક સ્કાય ડ્રાઇવિંગનો આનંદ લીધો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયા તેમણે ટ્વિટ કર્યો હતો.


લોકોએ વીડિયો નિહાળી કમેન્ટ્સ આપી

આ સાથે જ સિંહદેવે લખ્યું કે આકાશની કોઈ સીમા હોતી નથી અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મને સ્કાય ડ્રાઇવિંગનો અવસર પ્રાપ્ત થયો આ એક સાહસિક કાર્ય અને ખૂબ જ સુખદ અનુભવ હતો. આ વીડિયોને તેમના કાર્યકર્તા અને સમર્થકો ઉપરાંત આમ નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને અનેક લોકોએ વીડિયો નિહાળી કમેન્ટ્સ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ