બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Changing weather and winter can also cause knee pain

હેલ્થ / ઘૂંટણમાંથી આવવા લાગ્યો છે કટ-કટનો અવાજ, તો ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત, જાણો ઉપાય

Pooja Khunti

Last Updated: 10:23 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Knee Pain In Winter: ઘૂંટણનાં દુ:ખાવાનાં કેટલાંક કારણો હોઇ શકે. ખાસ કરીને બદલાતા હવામાન અને શિયાળાનાં કારણે પણ ઘૂંટણનાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે.

  • મેથીનાં સેવનથી ઘૂંટણનાં દુ:ખાવામાં રાહત મળે
  • સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરો
  • ઘૂંટણનાં દુ:ખાવાને દૂર કરવા માટે આદુંવાળી ચાનું સેવન કરો

ઘૂંટણનો દુ:ખાવો 
શિયાળામાં ઘૂંટણનો દુ:ખાવો વધી જાય છે. આ સાથે ઘૂંટણનાં દુ:ખાવાનું અન્ય કોઈ કારણ પણ હોઇ શકે. જો તમને સામાન્ય કારણોથી ઘૂંટણનો દુ:ખાવો થતો હોય તો તમે આ ઘરેલુ ઉપાય વડે ઘૂંટણનાં દુ:ખાવાથી રાહત મેળવી શકો છો. 

મેથીનાં દાણા 
ઘૂંટણનાં દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે મેથી દાણાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે દરરોજ અળધી ચમચી મેથી પાઉડર સવાર-સાંજ ગરમ પાણી સાથે પીવો. તમે મેથી દાણાને પલાળીને પણ ખાય શકો. મેથીનાં સેવનથી ઘૂંટણનાં દુ:ખાવામાં રાહત મળે છે. 

હળદરવાળું દૂધ 
એક ગ્લાસ ગરમ દૂધ લઈ તેની અંદર એક ચમચી હળદર ઉમેરી મિક્સ કરી લો. આ રીતે સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરો. તેનાથી ઘૂંટણનાં દુ:ખાવામાં રાહત મળશે. 

આદું 
શિયાળામાં ઘૂંટણનાં દુ:ખાવાને દૂર કરવા માટે આદુંવાળી ચાનું સેવન કરો. આ સાથે તમે આદુંનાં અથાણાં અથવા આદુંનાં પાણીનું પણ સેવન કરી શકો છો. આદુંને પીસીને ઘૂંટણ પર લગાવો. દુ:ખાવાથી રાહત મળશે. 

એલોવેરાનાં ઉપયોગથી દુ:ખાવામાં મળશે રાહત 
ઘૂંટણનાં દુ:ખાવાથી રાહત મેળવવા માટે  એલોવેરા જેલનો ઉપયોગ કરો. તેનાથી ઘૂંટણનો સોજો ઓછો થશે. એલોવેરા જેલની અંદર હળદર મિક્સ કરી ને તેનો ઉપયોગ કરી શકાય. તેને દુ:ખાવાની જગ્યાએ લગાવો. આનાથી સોજો અને દુખાવો ઓછો થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ