બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Changed trend of cases coming to family court, divorce, increasing cases of harassment of parents, eye-opening verdict of family court

મહામંથન / ફેમિલી કોર્ટમાં આવતા કેસનો બદલાયો ટ્રેન્ડ, છૂટાછેડા, મા-બાપને હેરાનગતિના કિસ્સા વધતા ફેમિલી કોર્ટનો આંખ ઉઘાડતો ચુકાદો

Vishal Khamar

Last Updated: 11:30 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ફેમિલી કોર્ટનો ચુકાદો પતિ-પત્નીના સંબંધમાં વધતા તણાવ, સાસુ-સસરા સાથે પુત્રવધૂના વધતા અણબનાવનો સાક્ષી છે. ફેમિલી કોર્ટનો ચુકાદો એ વાત તરફ નિર્દેશ કરે છે કે હવે માત્ર પતિ દ્વારા જ પત્ની પ્રતાડિત થાય એવું જરૂરી નથી પરંતુ પત્નીથી પતિ કે તેનો પરિવાર પણ પ્રતાડિત હોય શકે છે.

ગુજરાત તથા સમગ્ર દેશની વાત કરીએ તો ખાસ કરીને કોરોનાકાળ પછી સંબંધોમાં તણાવના અનેક કિસ્સા વધ્યા છે. લગભગ એક વર્ષ પહેલા ગુજરાત હાઈકોર્ટે પણ છૂટાછેડાના વધતા બનાવ અંગે ચિંતા વ્યક્ત કરીને વકીલોને એવી સલાહ આપી હતી કે જો તમે એક લગ્નજીવન બચાવશો તો તે 100 કેસ જીતવા બરાબર જ છે. અત્યારે સંતાન હોય કે પુત્રવધૂ દરેકને હક જોઈએ છે, મિલકતમાં બરાબરીનો હિસ્સો જોઈએ છે પણ એ જ સંતાન કે પુત્રવધૂ જ્યારે વૃદ્ધ મા-બાપ કે સાસુ-સસરાની જવાબદારી લેવાનો સમય આવે છે ત્યારે સિફતપૂર્વક હાથ ઉંચા કરી લે છે અને આ ટ્રેન્ડ જો યથાવત રહ્યો તો તે લગ્ન જેવા પવિત્ર બંધનનું તો નિકંદન કાઢી જ નાખશે સાથે-સાથે સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થાઓ પણ પડી ભાંગશે. આવું ન થાય તેના માટે કેવા પ્રયાસ કરવા ઘટે, હક માટે અવાજ ઉઠાવતા સંતાન કે પુત્રવધૂ ફરજ પ્રત્યે સભાન ક્યારે બનશે, તૂટતી જતી કુટુંબ પ્રથાને કેમ બચાવવી.

  • સંતાનો મા-બાપથી જુદા રહે એવું ચલણ વધ્યું
  • દીકરો-વહુ પ્રાઈવસીના નામે અલગ થયા હોય તેવા કિસ્સા વધ્યા
  • સંયુક્ત કુટુંબની પ્રથા સમાજમાંથી નાબૂદ થઈ રહી છે

સંતાનો મા-બાપથી જુદા રહે એવું ચલણ વધ્યું છે.  દીકરો-વહુ પ્રાઈવસીના નામે અલગ થયા હોય તેવા કિસ્સા વધ્યા છે.  સંયુક્ત કુટુંબની પ્રથા સમાજમાંથી નાબૂદ થઈ રહી છે. લોકો વિભક્ત રહીને વારે-તહેવારે મળવાનું પસંદ કરતા થયા. કહેવા માટે સંબંધ અને જવાબદારી કોઈ નહીં એ પ્રકારનું ચિત્ર ઉભું થયું છે.  સંતાન, પુત્રવધૂ હક માંગવામાં શૂરા, ફરજમાં અધૂરા તો  મા-બાપની સેવા કરવાની ફરજમાં ચૂક કેમ તે મહત્વનો સવાલ. મા-બાપના સંતાનો માટેના ભોગ કેમ ભૂલી જવામાં આવે છે? સંતાન કેમ નથી સમજતા કે તેઓ પણ મા-બાપ બનશે?

  • મા-બાપની સેવા કરવાની ફરજમાં ચૂક કેમ તે મહત્વનો સવાલ
  • મા-બાપના સંતાનો માટેના ભોગ કેમ ભૂલી જવામાં આવે છે?
  • સંતાન કેમ નથી સમજતા કે તેઓ પણ મા-બાપ બનશે?

ફેમિલી કોર્ટનો ચુકાદો શું હતો?
અમદાવાદ ફેમિલી કોર્ટે પત્નીની ભરણપોષણની અરજી ફગાવી દીધી છે.  ભરણપોષણની અરજી ફગાવતા કોર્ટે કેટલાક મુદ્દા ધ્યાને લીધા હતા.  કોર્ટે નોંધ્યું કે પત્નીએ પતિને હેરાન કર્યો છે. અરજી ફગાવાતા પત્નીએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.

  • અમદાવાદ ફેમિલી કોર્ટે પત્નીની ભરણપોષણની અરજી ફગાવી
  • ભરણપોષણની અરજી ફગાવતા કોર્ટે કેટલાક મુદ્દા ધ્યાને લીધા
  • કોર્ટે નોંધ્યું કે પત્નીએ પતિને હેરાન કર્યો છે

ફેમિલી કોર્ટનું અવલોકન શું હતું?
પત્નીએ સપ્તપદીના વચનોનું પાલન કર્યું નથી. પત્ની પોતાની જીદને સંતોષવા દુરાગ્રહ કરી રહી છે. તમામ સગવડ મળતી હોવા છતા પતિને જુદો કરવો એ ક્રૂરતા છે. સાસુ-સસરાની સેવા કરવા તૈયાર હો તો જ મિલકતમાં ભાગ કે ભરણપોષણ મળે. કોર્ટે ભરણપોષણ ઉપરાંત છૂટાછેડાની અરજી પણ ફગાવી દીધી. 

  • પત્નીએ સપ્તપદીના વચનોનું પાલન કર્યું નથી
  • પત્ની પોતાની જીદને સંતોષવા દુરાગ્રહ કરી રહી છે
  • તમામ સગવડ મળતી હોવા છતા પતિને જુદો કરવો એ ક્રૂરતા છે

ફેમિલી કોર્ટે ક્યા મામલે ચુકાદો આપ્યો?
2006માં ગાંધીનગરના યુવકના લગ્ન થયા હતા. જે યુવતી સાથે લગ્ન થયા તે સુરેન્દ્રનગરની રહેવાસી હતી. યુવતી તેના મા-બાપનું એકમાત્ર સંતાન હતી. લગ્ન બાદ તુરત જ યુવતીએ પ્રાઈવસી માટે ઝઘડા શરૂ કર્યા હતા. યુવતીને યુવકના પરિવારજન સાથે બેસવું કે બોલવું ફાવતું નહતું. સમય જતા યુવતીના ઝઘડા વધવા લાગ્યા હતા.  ઘરકામ કે સાસુ-સસરાની સેવાનો યુવતીએ સ્પષ્ટ ઈન્કાર કર્યો. સમજાવટ છતા યુવતી જુદા રહેવાની જીદ પકડીને બેઠી હતી. યુવતીના સાસુ પથારીવશ થયા છતા યુવતી તેની સેવા કરતી  ન હતી. યુવતીને જમવાનું પણ ઉપર આપી જવું પડતું હતું. યુવતીએ શરત મુકી કે અલગ રહીએ પછી જ સંતાન અંગે વિચારીશું પતિ પરિવારથી જુદો થવા માંગતો નહતો. 2012માં એક દિવસ યુવતી કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી ગઈ. યુવકના પરિવારજનો યુવતીને સમજાવવા ગયા. યુવતી કે તેના મા-બાપ ન માન્યા. યુવતીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણનો કેસ કર્યો. યુવતીએ કારણ આપ્યું કે પતિની કમાણી ઉપર આખું ઘર નભે છે. યુવતીએ એવી દલીલ કરી કે તેનું ભવિષ્ય સુરક્ષીત નથી. ફેમિલી કોર્ટે યુવતી ભરણપોષણની હકદાર નથી તેવું સ્પષ્ટ જણાવ્યું.

  • 2006માં ગાંધીનગરના યુવકના લગ્ન થયા હતા
  • જે યુવતી સાથે લગ્ન થયા તે સુરેન્દ્રનગરની રહેવાસી હતી
  • યુવતી તેના મા-બાપનું એકમાત્ર સંતાન હતી

આ તરફ પણ નજર કરવી રહી
ફેમિલી કોર્ટમાં આવતા કેસના ટ્રેન્ડ ચિંતાજનક છે.  એક સમય હતો કે જ્યારે 70% કેસ પતિથી થતી કનડગતના હતા. હવે 60% કિસ્સા પત્નીથી કનડગતના આવે છે. માર્ચ 2022માં ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના વધતા બનાવ સામે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે છૂટાછેડાના કેસ અટકાવવા વકીલોને સલાહ આપી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે એક લગ્નજીવન બચાવવું 100 કેસ જીત્યા બરાબર છે. વકીલો સમાધાન દ્વારા પતિ-પત્નીને એક કરવા પ્રયાસ કરે એવી હાઈકોર્ટની અપીલ છે. 

  • ફેમિલી કોર્ટમાં આવતા કેસના ટ્રેન્ડ ચિંતાજનક
  • એક સમય હતો કે જ્યારે 70% કેસ પતિથી થતી કનડગતના હતા
  • હવે 60% કિસ્સા પત્નીથી કનડગતના આવે છે

આવી સ્થિતિ બદલવી જ પડશે!
કોરોના પછી છૂટાછેડા, ઝઘડાનું પ્રમાણ વધ્યું છે. કોરોના પછી પરિવારની આર્થિક સંકડામણના કિસ્સા વધ્યા છે.  વર્તમાન સમયમાં મહિલા અને પુરૂષની પ્રાથમિકતા બદલાઈ છે. મોબાઈલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે.  સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વધ્યા છે.  અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10 હજારથી વધુ કેસ પડતર છે.  અમદાવાદમાં જ 62% છૂટાછેડાના કેસ એવા છે જે વૃદ્ધોએ દાખલ કર્યા છે. હવે પતિ-પત્નીને એકબીજાની રોકટોક ગમતી નથી તેવું ચિત્ર. કેસ દાખલ કરનારા મોટાભાગના વૃદ્ધ દંપતિ સુખી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ