બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Chandrayaan 3 will land tomorrow on 23 august on south pole of the moon, know all the details

મિશન મૂન / અઢી સેકન્ડના મહત્વપૂર્ણ સમય પર ટક્યું છે ભારતનું સ્વપ્ન! ચંદ્રયાન-3 માટે કેવી છે ફાઇનલ તૈયારી!

Vaidehi

Last Updated: 05:53 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે રીતે પૃથ્વીનો એન્ટાર્ટિકા સૌથી વધુ ઠંડો વિસ્તાર છે તેવી જ રીતે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડિંગ કરવાનું છે તેવો ચંદ્રનો દક્ષિણી ધ્રુવ પણ સૌથી ઠંડો પોલ છે. ભારત માટે આ મિશનની છેલ્લી 15 મિનિટ અતિ મહત્વની રહેશે. આવતીકાલે ભારત રચશે ઈતિહાસ!

  • આવતીકાલે ચંદ્રયાન-3 મિશનનો અંતિમ પડાવ
  • લેન્ડિંગ પહેલાની 15 મિનિટ અતિ મહત્વની
  • ચંદ્રનાં દક્ષિણ પોલ પર પગ મૂકીને ભારત ઈતિહાસ રચશે

22 ઑગસ્ટ 2023 એટલે કે બુધવારે સાંજે ચંદ્રયાન-3નું લેન્ડર કોઈપણ સમયે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઊતરી શકે છે. તેનાં લેન્ડિંગનો સમય સાંજ 06.04 વાગ્યાનો છે પરંતુ લેન્ડરનાં ઑટોમેટિક સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ લેન્ડિંગની પ્રક્રિયાને પૂરું થવામાં 15થી 17 મિનીટ લાગશે. લેન્ડિંગ પહેલાનાં કેટલાક મિનીટ પણ ઘણાં મહત્વપૂર્ણ રહેશે.

અઢી સેકન્ડનો જ સમય
જ્યારે લેન્ડર ચંદ્રમાની સપાટી પર જઈ રહ્યો હોય છે ત્યારે તેની ઝડપ ઘણી વધારે હોય છે. પૃથ્વીથી ચંદ્રમા સુધી એક રેડિયો સિગ્નલ મોકલવામાં 1.3 સેકન્ડ લાગે છે. અને તે સિગ્નલ પાછો ધરતી સુધી પહોંચવામાં 1.3 સેકન્ડનો સમય લાગે છે.ટૂંકમાં લેન્ડિંગનાં સમયમાં આદાન-પ્રદાનમાં લગભગ અઢી સેકન્ડનો સમય લાગે છે. તેનો અર્થ એ થાય છે કે ચંદ્રની સપાટી પર જઈ રહેલા લેન્ડરને નિયંત્રિત કરવા માટે અઢી સેકન્ડ લાગે છે. અઢી સેકન્ડનાં કારણે જ લેન્ડરને એવું બનાવવામાં આવે છે કે તે પોતાના નિર્ણયો પોતે જ લઈ શકે છે.

ઈતિહાસ રચશે ભારત
જો ભારત આ મિશનમાં સફળ થાય છે તો તે ચંદ્રનાં સાઉથ પોલ એટલે કે દક્ષિણી ધ્રુવ પર ઊતરનારો પહેલો દેશ બની જશે. તેવામાં સવાલ એ છે કે આખરે ચંદ્રનાં સાઉથ પોલમાં એવું તો શું રહસ્ય છુપાયેલું છે જેને જાણવા તમામ દેશો ત્યાં પહોંચવા ઈચ્છે છે પરંતુ પહોંચવામાં અસફળ થઈ રહ્યાં છે?

ચાર ચરણોમાં પ્રક્રિયા: સાંજે 5.45એ પહેલા ચરણમાં ચંદ્રની સપાટીથી 7.5 કિમી ઊંચાઈએ આવશે. દ્વિતીય ચરણમાં ઊંચાઈ ઘટીને 6.8 કિમી થશે. આ ચરણમાં ગતિ 336 મીટર પ્રતિ સેકેન્ડ થશે. ત્રીજા ચરણમાં 800 મીટરની ઊંચાઈએ પહોંચશે. લેન્ડિંગ સ્થળની તપાસ સેંસર કરશે અને 150 મીટરની ઊંચાઈ પર લેન્ડર પહોંચશે. છેલ્લાં ચરણમાં પહેલા 60 મીટર અને પછી 10 મીટરની ઊંચાઈ પર રહેશે. અહીં ગતિ માત્ર 1-2 મીટર પ્રતિ સેકન્ડ જ રહેશે.

15 મિનિટ સૌથી વધુ મહત્વની
ઈસરોનાં હાલનાં અધ્યક્ષ એસ.સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યૂલની સાથે લેન્ડિંગ દરમિયાન થનારી દુર્ઘટનાઓને રોકવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જો થોડીઘણી પણ ભૂલો થાય છે તો વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3નાં લેન્ડરને સપાટી પર ઊતારવા માટે તમામ તૈયારીઓ કરી છે.

જાણો ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ વિશે 

  • ચંદ્રનો દક્ષિણી ધ્રુવ પૃથ્વીનાં દક્ષિણી ધ્રુવ જેવો જ છે. જે રીતે પૃથ્વીનો દક્ષિણી ધ્રુવ એન્ટાર્ટિકામાં છે અને તે સૌથી ઠંડો વિસ્તાર પણ છે તેવી જ રીતે ચંદ્રનો દક્ષિણી ધ્રુવ પણ સૌથી વધુ ઠંડો વિસ્તાર છે.
  • કોઈપણ અંતરિક્ષ યાત્રી જો ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઊભશે તો તેને સૂરજ ક્ષિતિજની રેખા પર નજર આવશે. ચંદ્રનાં દક્ષિણ ધ્રુવનો મોટાભાગનો વિસ્તાર અંધારામાં જ રહે છે કારણકે આ ક્ષેત્ર સુધી સૂરજની કિરણો ઘણી ઓછી પડે છે. 
  • અમેરિકી સ્પેસ એજન્સી નાસાની એક રિપોર્ટ અનુસાર ઓર્બિટરોથી જે પરીક્ષણ કરવામાં આવ્યાં છે તેના આધારે એવું કહી શકાય છે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ બરફથી ઠંકાયેલો છે અને બરફ હોવાનો અર્થ એ છે કે ત્યાં અન્ય પ્રાકૃતિક સંસાધનો પણ હોઈ શકે છે.  
  • નાસાનાં મૂન મિશનએ 1998માં દક્ષિણ ધ્રુવ પર હાઈડ્રોજન હોવાની માહિતી મેળવી હતી. નાસા અનુસાર હાઈડ્રોનની હાજરી તે ક્ષેત્રમાં બરફ હોવાનાં પુરાવાઓ આપે છે.

શા માટે ત્યાં પહોંચવા ઈચ્છે છે તમામ દેશો?
કોઈપણ દેશને ચંદ્ર પર અંતરિક્ષ યાત્રી મોકલવા માટે તેમની સાથે તેમના પીવાનું પાણી, ભોજન અને ઓક્સીજન સિલિંડર પણ મોકલવા પડે છે. તેવામાં પૃથ્વીથી ચંદ્રમા સુધી પહોંચનારું ઉપકરણ ભારે બને છે અને લેન્ડિંગ માટે રોકેટ અને ઈંધણનો તો ભાર તો હોય જ છે. વિશેષજ્ઞો અનુસાર ચંદ્રમા પર એક કિલોગ્રામ પેલોડ લઈ જવા માટે લગભગ 1 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે. એટલું જ નહીં એક લીટર પીવાનું પાણી લઈ જવા માટે પણ 1 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે. તેવામાં જો ચંદ્રનાં દક્ષિણ ધ્રુવમાં ખરેખર બરફ છે તો તેને પીગાડીને પાણી પી શકાય છે. પાણી H2Oથી બને છે તો સંભવ છે કે ત્યાં ઓક્સીજન પણ ઉપલબ્ધ હોય.

શા માટે આ ક્ષેત્રમાં પહોંચવું મુશ્કેલ છે?
ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર મોટા-મોટા પહાડ અને અનેક ક્રેટર્સ એટલે કે ખાડાંઓ આવેલાં છે. અહીં સૂરજનો પ્રકાશ પણ ઘણો ઓછો પડે છે. ચંદ્રનાં જે વિસ્તારો પર સૂરજનો પ્રકાશ પડે છે તે વિસ્તારોમાં તાપમાન આશરે  54 ડિગ્રી સેલ્સિયસ સુધીનો હોય છે પરંતુ જ્યાં પ્રકાશ નથી તેવા દક્ષિણી ધ્રુવનું તાપમાન માઈનસ 248 ડિગ્રી સેલ્યિસય સુધી પહોંચી જાય છે. નાસાએ તો એવો પણ દાવો કર્યો છે કે દક્ષિણી ધ્રુવ પર એવા અનેક ક્રેટર્સ છે જે અરબો વર્ષોથી અંધકારમાં ડૂબેલા છે અને ત્યાં ક્યારેય પણ સૂર્યનું એક કિરણ પણ પડ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ